મગફળીનું તેલ ખાવાથી થાય છે આ 10 ફાયદા...

Webdunia
મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (08:36 IST)
તમે જમવાનુ બનાવવા માટે કયા તેલનો પ્રયોગ કરો છો ? જો મગફળીનુ તેલ વાપરો છો અને અત્યાર સુધી તેના આરોગ્યથી ભરપૂર ગુણો વિશે જાણતા નથી તો હવે જરૂર જાણી લો. કારણ કે મગફળીનુ તેલ ખાવાના મામલે અન્ય બધા તેલ કરતા ખૂબ પૌષ્ટિક  હોય છે. 
 
1. મગફળીનું તેલ શરીરમાં વસાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી તમને તમારુ વજન ઘટાડવામાં મદદ મળે છે.  આ ઉપરાંત તેમા ફૈટી એસિડ, અસંતુલિત પ્રમાણમાં નથી હોતુ. જેને કારણે શરીરમાં ફૈટ વધુ જમા થતુ નથી. 
 
2. આ તેલ કેંસર સામે લડવા ઉપરાંત તમારી પાચન ક્રિયાને પણ ઠીક કરે છે.  તેમા સ્ટેરિક એસિડ, પાલ્મિલિક એસિડ, લિનોબનાનેલિક એસિડ અને ઓલિક એસિડ જોવા મળે છે. જે તમને આરોગ્યપ્રદ રાખવામાં મદદ કરે છે. 
 
3. મગફળી હ્રદય સાથે જોડાયેલ સમસ્યાઓમાં લાભકારી હોય છે. તેનાથી હ્રદયની ધમનીઓમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે. સાથે જ તેમા પુષ્કળ પ્રમાણમાં એમયૂએફએ હોય છે. જે શરીરમાં ફૈટની માત્રાની વધવા દેતુ નથી અને બૈડ કોલેસ્ટ્રોલને શરીરમાં પહોંચવા દેતુ નથી. 

4. હાઈ બીપીની સમસ્યા માટે પણ મગફળીનુ તેલ ખૂબ લાભકારી માનવામાં આવે છે. તેમા અસંતુપ્ત વસા હોય છે.  હાઈ બીપીથી બચવામાં આપણી મદદ કરે છે સાથે જ દિલની રક્ષા કરે છે. 
 
5. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે એ માટે મગફળીનુ તેલ લાભકારક હોય છે. આ તેલનુ સેવન કરવાથી શરીરમાં ઈંસુલિનની પર્યાપ્ત માત્રા બની રહે છે અને રક્તમાં ગ્લુકોઝનુ સ્તર સામાન્ય અને નિયંત્રણમાં રહે છે. 
 
6. વાળમાં પોષણની કમી થતા મગફળીનુ તેલ ખૂબ જ કારગર ઉપાય છે. મગફળીનુ તેલ વાળમાં થનારા પ્રોટીનની ઉણપને દૂર કરી પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે. તેના પ્રયોગથી બે મોઢાવાળા વાળની સમસ્યા પણ ખતમ થઈ જાય છે. 

7. જો તમારા વાળમાં ખોડાની સમસ્યાથી પરેશાન છો  તો મગફળીનુ તેલ લગાવો. તેને લગાવ્યા પછી બે થી ત્રણ કલાક પછી જ વાળને ધુઓ. આ ખોડો હટાવવાનો પ્રાકૃતિક ઉપાય છે. 
 
8. સાંધાના દુ:ખાવાની સમસ્યા થતા મગફળીનું તેલ લગાવીને મસાજ કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેને સાધારણ કુણુ કરીને માલિશ કરવાથી પણ લાભ થાય છે. તમે ચાહો તો તેમા લસણ અને મેથીદાણા નાખીને પણ પ્રયોગ કરી શકો છો. 
 
9. ત્વચાના સૌદર્યને વધારવા માટે પણ મગફળીનો પ્રયોગ કરી શકાય છે. વિટામિન ઈ થી ભરપૂર હોવાને કારણે આ ત્વચાને મુલાયમ રાખી કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. ત્વચાને ચમકાવવામાં પણ મદદરૂપ છે. 
 
10. ત્વચાની સમસ્યાઓને પણ આ તેલ ઠીક કરવામાં સહાયક છે. મગફળીના તેલમાં 2-3 ટીપા લીંબૂનો રસ નાખીને લગાવવાથી શરીર પર નીકળેલા દાણાનો ઈલાજ થઈ જાય છે. શુષ્ક ત્વચાના ઈલાજ માટે પણ આનો પ્રયોગ કરી શકાય છે. 

ગુજરાતી નિબંધ - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !

Akbar Birbalની વાર્તા - સિંહ અને બીરબલ

અળસીનો ઉકાળો પીવો ખૂબ જ લાભકારી છે.. જાણો કેવી રીતે

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

સંબંધિત સમાચાર

કોણુ શ્રાદ્ધ ક્યા દિવસે કરવુ જોઈએ ? જાણો એક ક્લિક પર

શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને આવુ દેખાય તો થશે ધનલાભ - Pitru Paksha

આ પકવાન વગર પૂર્ણ નહી થાય શ્રાદ્ધ

પ્રતિપદા શ્રાદ્ધ પર આ બનાવશે તમને ફેમસ

હરિદ્વારના બ્રહ્મકુંડમાં જ કેમ કરાય છે અસ્થિ વિસર્જન?

Swine Flu- સ્વાઈન ફ્લૂના રામબાણ ઈલાજ

અળસીનો ઉકાળો પીવો ખૂબ જ લાભકારી છે.. જાણો કેવી રીતે

#Swine Flu- તુલસી સ્વાઇન ફલૂની કારગર દવા

Gujarati Essay - વીર ભગત સિંહ

ઘરમાં ખુશહાલી માટે અજાણ પુરૂષો સાથે સંબંધ બનાવે છે મહિલાઓ

આગળનો લેખ