Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે પીએમ મોદીને મળ્યો, આગામી લોકસભામાં જામનગરને સરપ્રાઈઝ મળે તેવી શક્યતા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે પીએમ મોદીને મળ્યો, આગામી લોકસભામાં જામનગરને સરપ્રાઈઝ મળે તેવી શક્યતા
, બુધવાર, 21 નવેમ્બર 2018 (13:06 IST)
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની સામાજિક ક્ષેત્રે એકદમ જ સક્રિયતા વધી હોવાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. નવરાત્રી દરમિયાન રીવાબાને અચાનક કરણી સેનાના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા અને અચનાક જ દિવાળી પછી તેઓ નરેન્દ્ર મોદીને પણ મળી આવ્યા. આગામી લોકસભામાં રીવાબા ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. રીવાબા અચાનક સામાજીક લેવલે સક્રિય થયા તે પાછળ ગણિત જોવા મળી રહ્યું છે. આમ પણ સૌરાષ્ટ્રમાં ભાજપે ક્ષત્રિય સમાજમાં સક્ષમ અને લોકપ્રિય ચહેરાની શોધ આદરી હતી. પરંતુ હવે આ ચહેરો મળી ગયો હોય ચિત્ર સ્પષ્ટ થતું જણાય છે. 
આગામી લોકસભામાં રીવાબા ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. જામનગર જિલ્લામાં વિધાનસભામાં ચાર બેઠક કોંગ્રેસે ખૂંચવી લીધી હતી અને ત્રણ બેઠક ભાજપ પાસે છે. રાજકોટ અને જામનગરમાં બેઠકો અંકે કરવા ભાજપ કંઇક સરપ્રાઇઝ અને લોકપ્રિય ચહેરો મુકે તેવી ચર્ચા ચાલી ચાલી રહી છે. જામનગરના સાંસદ પુનમબેન માડમ લોકપ્રિય છે જ. પરંતુ એન્ટિ ઈન્કમબન્સી ટાળવા વધુ એક લોકપ્રિય મહિલા મેદાને આવી શકે છે.  
જાડેજાએ પણ રીવાબાને સામાજીક જવાબદારી સંભાળવા પત્ની રીવાબાને પરવાનગી આપી હતી. એટલે તે જાડેજાને પૂછીને જ કરણી સેનામાં જોડાયા હતા. રીવાબાને નવરાત્રીમાં કરણી સેનામાં ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા ત્યારે જ રીવાબએ સામાજીક લેવલે આવવાની તૈયારી બતાવી હતી. ત્યારે રાજકારણમાં પ્રવેશ વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, હાલ એ કહેવું વહેલું ગણાશે. પરંતુ સમય આવ્યે જોયું જશે. પરંતુ દેશ માટે કંઇક કરવાની ઇચ્છા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીપિકા-રણવીરની વેડિંગ ALBUM જોઈને બોલી આ અભિનેત્રી - અમારા પણ લગ્ન કરાવી દો