Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, શાંતિ વાર્તા ફરી શરૂ કરવાની વાત કરી

ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, શાંતિ વાર્તા ફરી શરૂ કરવાની વાત કરી
નવી દિલ્હી. , ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (15:39 IST)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ભારત અને પાક વચ્ચે ફરી શાંતિ વાર્તા શરૂ કરવા માટે કહ્યુ છે. તેમા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા ઉપરાંત બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાનો આગ્રહ પણ કર્યો છે. ઈમરાને આ પત્ર 14 સપ્ટેમ્બરના રોજ લખ્યો. 
 
આતંક પર વાત કરવા માટે પાક્ તૈયાર 
 
ઈમરાને લખ્યુ, પાકિસ્તાન આતંકવાદ પર વાતચીત કરવા માટે તૈયાર છે. બંને દેશોના આગળ વધવાન રસ્તો સકારાત્મક વાતચીતથી ખુલશે.  પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીએ પણ બંને દેશોના દ્વીપક્ષીય સંબંધોમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે યોગદાન આપ્યુ હતુ. 
 
ઈમરાનનો પત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઠોસ સંબંધ ફરી શરૂ કરવા માટે પ્રથમ ઔપચારિક પ્રસ્તાવ પણ છે. ઈમરાને પત્રમાં લખ્યુ - યૂએનજીએમાં બંને દેશોઅના વિદેશ મંત્રીઓની મુલાકાત આગળનો રસ્તો ખુલશે. 
 
 
સૂત્રો મુજબ ઈમરાને પોતાના પત્રમાં ડિસેમ્બર 2015ની દ્વિપક્ષીય વાર્તાની પ્રકિયા ફરી શરૂ કરવાનો આગ્રહ  કર્યો. પઠાનકોટ એયરબેસ પર આતંકી હુમલા પછી આ વાતચીત સ્થગિત કરવામાં આવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#JetAirwayss: કેબિન ક્રૂ મેંબરની ભૂલ, જયપુર-મુંબઈ ફ્લાઈટમાં 30 મુસાફરોએ નાક-કાનમાંથી લોહી નીકળવા માંડ્યુ

પાકિસ્તાન બોર્ડર પર જે પ્રકારની હરકતો કરતુ આવ્યુ છે તેને જોતા શુ ઈમરાન ખાનની શાંતિ વાર્તા અંગેની ભલામણ માનવી યોગ્ય છે ?