Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાર્ષિક ઓલ ઈંડિયા ડીજી કોન્ફરંસમાં હાજરી આપવા મોદીનુ ગુજરાત આગમન

વાર્ષિક ઓલ ઈંડિયા ડીજી કોન્ફરંસમાં હાજરી આપવા મોદીનુ ગુજરાત આગમન
, શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (10:52 IST)
નર્મદાના સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. તેઓ પોણા આઠ વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. આ સંમેલન કેવડિયામાં આયોજીત થશે. આ ઉપરાંત તેઓ બીજેપીની મહિલા મોરચાની કાર્યકર્તાઓને સંબોધિત પણ કરશે. 
webdunia
એક અધિકારીએ જણાવ્યુ કે 20 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ DGPs/IGPs  ના અખિલ ભારતીય સંમેલન નર્મદા જીલ્લામં સ્ટેચ્યુ ઓફ યૂનિટી (સરદારની પ્રતિમા) પાસે આયોજીત કરવાનો કાર્યક્રમ છે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં 20 ડિસેમ્બરના રોજ આ ત્રણ દિવસીય સંમેલન શરૂ થઈ ચુક્યુ છે. રાજ્ય સરકાર તરફથી રજુ એક પ્રેસ રિલીજ મુજબ મોદી આ સંમેલનમાં 21 ડિસેમ્બરના રોજ ભાગ લેશે. એક સરકારી અધિકારીએ કહ્યુ કે સંમેલનનુ આયોજન સ્થળ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટી ની પાસે બનાવેલ એક ટેંટ સિટી છે. 
 
ભારતના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યૂનિટીનુ ઉદ્દઘાટન પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરના રોજ કર્યુ હતુ. આ મૂર્તિ 182 મીટર ઊંચી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jasdan bypolls 2018 : જસદણ બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74 ટકા મતદાન, 23 ડિસેમ્બરે આવશે પેટાચૂંટણીનું પરિણામ