સામુહિક સૂઈસાઈડ - ડાયરીમાં છિપાયુ છે મોતનું રહસ્ય, જાણો શુ છે ડાયરીમા

સોમવાર, 2 જુલાઈ 2018 (10:42 IST)
રાજધાની દિલ્હીના બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાં 11 મૃતદેહ મળવાથી સનસની ફેલાય ગઈ. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક હસતો-રમતો પરિવાર આ રીતે દુનિયા છોડી જશે.  જો કે જેમ જેમ 11 લોકોના મોતનુ રહસ્ય ખુલી રહ્યુ છે તેમ તેમ ચોકાંવનારી માહિતી પણ સાંભળવા મળી રહી ચ હે. એવુ કહેવાય રહ્યુ છે કે આ મોત પાછળ તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસ છે. મૃતકોના ઘરેથી મળેલી ડાયરીમાં આ મોતનુ રહસ્ય છિપાયુ છે.  ડાયરીમાં કેટલીક એવી રહસ્યમય વાતો લખી છે જે તમને ચોંકાવી શકે છે.  આવો જાણીએ આ રહસ્યમય ડાયરીમાં શુ શુ લખ્યુ છે... 
 
ડાયરીના એક પાન પર લખ્યુ છે, 'પટ્ટીયો સારી રીતે બાંધવાની છે. શૂન્ય સિવાય કશુ ન દેખાવવુ જોઈએ. દોરડા સાથે કોટનનો દુપટ્ટો કે ઓઢણીનો પ્રયોગ કરવાનો છે.
ડાયરીમાં આ ક્રિયાને કરવાની તારીખ બતાવી છે. ડાયરીમાં લખ્યુ છે, 'સાત દિવસ પછી પૂજા સતત કરવાની છે.  થોડી લગન અને શ્રદ્ધા સાથે. કોઈ ઘરમાં આવી જાય તો બીજા દિવસે.  ગુરૂવાર કે રવિવારને પસંદ કરો.' ડાયરીમાં ક્રિયાનો સમય પણ બતાવ્યો છે. ક્રિયા માટે રાત્રે એક વાગ્યાનો સમય બતાવ્યો છે. 
 
એક અન્ય પેજ પર પરિવારના એક સભ્યએ લખ્યુ છે, 'બધાના વિચાર એક જેવા હોવા જોઈએ. પહેલાથી વધુ દ્રઢતાથી. આ કરતા જ તમારી આગળના કામ દ્રઢતાથી શરૂ થશે.'
ડાયરીમાં ક્રિયા દરમિયાન ઘરમાં ડીમ લાઈટના પ્રયોગની વાત કરવામાં આવી છે. ડાયરીના એક અન્ય પેજ પર લખ્યુ છે, "હાથની પટ્ટીયો બચી જાય તો તેને આંખો પર ડબલ કરી લેજો. મોઢાની પટ્ટીને પણ રૂમાલ કરતા ડબલ કરી લેવી. જેટલી દ્રઢતા અને શ્રદ્ધા બતાવશો એટલુ જ યોગ્ય ફળ મળશે." 

મળતી માહિતી અનુસાર, બન્ને ડાયરીમાં 35 પાનાઓમાં મોતનો પુરો પ્લાન લખેલો હતો. તેમાં એવું પણ લખેલું છે કે, જો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો, આંખો, મોં અને હાથ બાંધી લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. તમને જણાવી દઈએ કે, 10 મૃતદેહોના હાથ, મોં અને હાથ બાંધીને ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા.
 
ક્રાઈમ બ્રાંચના સૂત્રોના મતે, આ રજિસ્ટરોના શરૂઆતી પાનાઓમાં તે વાત કહેવામાં આવી છે કે ક્યા વ્યક્તિને ક્યા ઉભો રાખવો, દરવાજા પાસે કોણ ઉભું હશે અને મૃતદેહો પણ તે ક્રમમાં લટકેલા જોવા મળ્યા છે.
 
દિલ્હી પોલીસના એડિશનલ ડેપ્યૂટી કમિશ્નર વિનીત કુમારે રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઘરના સર્ચ ઓપરેશનમાં અમુક હેંડરિટન નોટ્સ મળી છે. તેમાં જાણવા મળ્યું છે કે આખો પરિવાર કોઈ આધ્યાત્મિત-ધાર્મિક પ્રેક્ટિસમાં લિપ્ત હતો. તેમણે જણાવ્યું કે, પરિવારના લોકોના મોં અને આંખો તે પ્રકારે બાંધેલી જે રીતે ઘરમાં મળેલી સુસાઈટ નોટમાં લખ્યું છે. જો કે એવું પણ બની શકે છે કે પોલીસને ભ્રમિત કરવા માટે આરોપીએ આ રજિસ્ટર ઘરમાં છોડ્યું હોય

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ ઘરમાં 11 મૃતદેહ - મોત કે આત્મહત્યા ? પોલીસ સામે છે આ 13 પ્રશ્નો