Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસ્ટ્રેલિયા - સ્ટ્રોબેરીમાંથી નીકળી રહી છે સીવવાની સોય, 6 રાજ્યોમાં રોકવો પડ્યો સપ્લાય

ઓસ્ટ્રેલિયા - સ્ટ્રોબેરીમાંથી નીકળી રહી છે સીવવાની સોય, 6 રાજ્યોમાં રોકવો પડ્યો સપ્લાય
સિડની. , ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (17:05 IST)
ઓસ્ટ્રેલિયામાં આ સમયે લોકો વચ્ચે સ્ટ્રોબેરી અને કેટલાક બીજા ફળોને લઈને ડર ફેલાવે છે. ઉલ્લેખનીય છેકે પોલીસને અત્યાર સુધી અનેક લોકો તરફથી સ્ટ્રોબેરી કેળા અને પીચમાં સીવવા માટે વપરાતી સોય નીકળવાની ફરિયાદ મળી ચુકી છે. સ્ટ્રોબેરી સાથે સોય નીકળવાને કારણે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હાલ ઓસ્ટ્રેલિયાના 6 રાજ્યોમાં સ્ટ્રોબેરીના વેચાણ પર રોક લગાવાઈ છે. 
 
પ્રધાનમંત્રીએ આપ્યુ નિવેદન - સ્ટ્રોબેરીની સતત ઘટતા વેચાન પછી નિકાસકારોએ ખેડૂતોને સાવધાની માટે મેટલ ડિટેક્ટર મશીન લગાવવાનુ કહ્યુ છે. 
 
આરોપીઓને થશે 15 વર્ષની સજા -  ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યુ કે આ રીતે લોકોમાં ભય ફેલાવવો આતંક ફેલાવવા જેવુ છે. તેમણે આ મામલે દોષીઓને 15 વર્ષની સજા આપવાની વાત કરી છે. 
 
આ પહેલા ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ મામલાની તપાસના આદેશ આપ્યા. પોલીસ અને સરકારે સ્ટ્રોબી સાથે છેડછાડ કરનારાઓ પકડનારા  પર 1 લાખ ઓસ્ટ્રેલિયાઈ ડોલર (લગભગ 51 લાખ રૂપિયા)નુ ઈનમ જાહેર કર્યુ છે. 
 
ક્વીસલેંડથી થઈ શરૂઆત - સ્ટ્રોબેરીમાં સોય નીકળવાનો પ્રથમ મામલો ગયા અઠવાડિયે ક્વીસલેંડમાં સામે આવ્યો. ત્યારબાદ ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, કૈનબરા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયામાં પણ થોડા મામલા સામે આવ્યા. 
 
લોકોમાં ભય ફેલાયા પછી બધી કંપનીઓએ પોતાની બ્રાંડની સ્ટ્રોબેરી પરત બોલાવી લીધી છે. આ મામલો સામે આવ્યા પછી પડોશી દેશ ન્યૂઝીલેંડે પણ ઓસ્ટ્રેલિયામાંથી સ્ટ્રોબેરી આયાત બંધ કરી દીધી. સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે તેને ખૂબ જ નીચલી કક્ષાનો અપરાધ બતાવ્યો છે. 
 
સ્ટ્રોબેરીને કાપીને ખાવાની સલાહ - સ્વાસ્થ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ સ્ટ્રોબેરીને ડાયરેક્ટ મોઢામાં ન મુકે. તેને કાપીને જુએ.  જો કે લોકો વચ્ચે ફેલાયેલા ભયને કારણે મોટાભાગના લોકોએ ખરીદવી બંધ કરી દીધી છે. એવામાં ઓસ્ટ્રેલિયાની 13 કરોડ ડોલરની ઈંડસ્ટ્રી પર ખરાબ અસર પડવાની શક્યતા છે. આખા દેશમાં સ્ટ્રોબેરીના ભાવ અડધાથી પણ ઓછી કિમંત પર ગબડી ગયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, શાંતિ વાર્તા ફરી શરૂ કરવાની વાત કરી