Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Turkey Fire Accident - ઈસ્તાંબુલ નાઈટક્લબમાં લાગી ભીષણ આગ, અત્યાર સુધીમાં 25 લોકોના મોત

Turkey Fire Accident
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (21:18 IST)
Turkey Fire Accident
તુર્કીમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાના થવાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ તરફથી એપીના અહેવાલ મુજબ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

 
કેવી રીતે થયો અકસ્માત?
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઈસ્તાંબુલ સ્થિત નાઈટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. નાઈટ ક્લબ બેસિકતાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
 
અનેક લોકોની ઘરપકડ 
 ઈસ્તાંબુલના નાઈટ ક્લબમાં આગ લાગવાથી પહેલા 15 લોકોના મોતના સમાચાર હતા.  જો કે થોડી જ વારમાં મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્તાંબુલ પ્રશાસને ઘટના અંગે પૂછપરછ માટે ઘણા લોકોની ઘરપકડ કરી છે.  જેમાં ક્લબ અને રિનોવેશનના કામ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video- દિલ્હીના સદર બજારમાં ભીષણ આગ, શ્વાસ રૂંધાતા 2 બહેનોના મોત