Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનના બીજા મોટા નેવી એર બેઝ પર હુમલો, BLAની મજીદ બ્રિગેડે લીધી હુમલાની જવાબદારી

breaking news
ઈસ્લામાબાદઃ , મંગળવાર, 26 માર્ચ 2024 (06:35 IST)
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. બલૂચિસ્તાન પોસ્ટ અનુસાર, BLA લડવૈયાઓ તુરબત સ્થિત પીએનએસ સિદ્દીકી નેવલ બેઝમાં ઘૂસી ગયા અને ત્યાં અનેક જગ્યાએ વિસ્ફોટ કર્યા. નેવી બેઝ પાસે મોડી રાત સુધી  ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સંભળાતા હતા. ઉલ્લેખનીય છે કે PNS સિદ્દીકી પાકિસ્તાનનું બીજું સૌથી મોટું નેવી બેઝ છે અને એવો દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાન નેવીના મોર્ડન હથિયારો અહીં રાખવામાં આવ્યા છે.

 
BLA એ કર્યો વર્ષનો ત્રીજો મોટો હુમલો 
 
તુર્બતમાં આજનો  હુમલો BLAની મજીદ બ્રિગેડ દ્વારા આ અઠવાડિયે કરવામાં આવેલ બીજો અને આ વર્ષે ત્રીજો હુમલો છે. આ પહેલા 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. બીજી બાજુ  20 માર્ચે ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર થયેલા હુમલામાં 2 પાકિસ્તાની સૈનિકો અને 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. નામ ન જણાવવાનીની શરતે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે તુરબતમાં સોમવારે રાત્રે શરૂ થયેલા હુમલામાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે.
 
સોમવારે મોડી રાત્રે શરૂ થયો હતો હુમલો 
રીપોર્ટ અનુસાર, હુમલો સોમવારે રાત્રે શરૂ થયો હતો અને હજુ પણ ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. જોકે, પાકિસ્તાની એજન્સીઓનો દાવો છે કે તેમણે હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના એક વ્યક્તિને ફોન પર વાત કરતા સાંભળવામાં આવ્યા કે તેઓએ બેઝને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે પાકિસ્તાન સરકારના નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન તુરબતની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GT vs MI: મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચમાં જ હાર્દિક પંડ્યાની ટીકા, પ્રથમ ઓવર બુમરાહને કેમ ન અપાઈ?