Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ind vs Pak Tickets: ભારત-પાક મેચની ટિકિટના ભાવ પહોંચ્યા આસમાને, ફેંસને ખર્ચવા પડશે કરોડો રૂપિયા

india team
નવી દિલ્હી. , મંગળવાર, 5 માર્ચ 2024 (10:35 IST)
- T20 વર્લ્ડ કપ 2024 9 જૂનથી શરૂ થશે
- T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારત-પાક મેચની ટિકિટના ભાવ આસમાને 
- ભારત-પાક મેચ જોવા માટે ચાહકોને કરોડો રૂપિયા ખર્ચવા પડી શકે છે 

 
 ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો સામ સામે આવે છે તો બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળે છે. ભારત અને પાકિસ્તાનની મેચનો ક્રેજ જ કંઈક એવો રહે છે કે રસ્તા પર સન્નાટો છવાય જાય છે. લોકો ટીવી સ્ક્રીન પરથી હટવાનુ નામ લેતા નથી અને સ્ટેડિયમમાં મેચ જોવા પહોચેલા ફેંસ હૂટિંગ કરતા જોવા મળે છે.  
 
ક્રિકેટના મેદાન પર ભારત-પાકની ટીમો હવે ટી20 વિશ્વકપ 2024માં એકબીજા સાથે ટકરાશે.  ઉલ્લેખનીય છે કે ટી20 વિશ્વકપ 2024ની શરૂઆત 9 જૂનથી થવાની છે. જેના પહેલા ભારત-પાક મેચની ટિકિટોના ભાવ આકાશ આંબી રહ્યા છે. તાજેતરમાં જ USA ની રિપોર્ટ મુજબ ભારત-પાક મેચની ટિકિટ સૌથી ઓછી કિમંત છ ડોલર એટલે કે 497 રૂપિયા છે. 
 
ઉલ્લેખનીય છે કે USAની એક રિપોર્ટ મુજબ ટિકિટોની સત્તાવાર સેલમાં IND vs PAK મેચની ટિકિટ સૌથી ઓછી કિમંત 6 ડોલર એતલે કે  497 છે. બીજી બાજુ સૌથી વધુ કિમંતવાળી 400 ડોલરએટલે કે 33 હજાર 148 રૂપિયા છે. જો કે સ્ટબહબ અને સીટગીક જેવા પ્લેટફોર્મ પર ટિકિટની કિમંત ખૂબ વધુ છે. 
 
સત્તાવાર વેચાણ પર જે ટિકિટની કિંમત $400 હતી, રિસેલ સાઇટ્સ પર તેની કિંમત  40,000 ડોલર  છે, એટલે કે અંદાજે રૂ. 33 લાખ. જો તેમાં પ્લેટફોર્મ ફી પણ ઉમેરવામાં આવે તો તેની કિંમત 50,000 ડોલર એટલે કે 41 લાખ રૂપિયા થઈ જશે.
 
તમને જણાવી દઈએ કે સેકન્ડરી માર્કેટમાં સુપર બાઉલ 58 ટિકિટની કિંમત મહત્તમ $9000 છે, જ્યારે NBA ફાઇનલ્સ માટે કોર્ટસાઇડ સીટ મહત્તમ $24,000માં ઉપલબ્ધ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો, દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે