Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ
, મંગળવાર, 7 મે 2024 (07:20 IST)
World Asthma Day- કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે લોકો ઘરોમાં બંધ છે. તેની રોકથામમાં સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મોટી ઈમરજંસી ન હોય તો 
લોકો હોસ્પીટલ પણ જતા નથી. લોકો પહેલાથી જે રોગ છે તેને ન જુઓ કરી શકે છે તેનો આરોગ્ય પર ખરાબ અસર પડે છે. 
 
આ વાત અસ્થમા જેવા શ્વસન રોગ સાથે ઝઝૂમી રહ્યા લોકો માટે પણ એટલી જ સાચી છે. અસ્થમાના દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય વિશે ખાસ કાળજી લેવાની જરૂર છે. તેમની એલર્જીને નિયંત્રિત રાખવા માટે સખત 
રીતે ટ્રીટમેંટનો પાલન કરવું જોઈએ.
 
અસ્થમા એવી સ્થિતિ છે કે જેમાં શ્વાસ પાઈપમાં સોજો આવે છે. આને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વસન નળીઓમાં વધારાની મ્યૂમકસ બનવા લાગે છે. શ્વાસ લેવામાં તકલીફથી ખાંસી આવે છે. નળીમાં સંકુચનથી હાંફ ચઢે છે. 
 
WHO મુજબ અસ્થમા સહિત ફેફસાના ગંભીર રોગવાળા લોકોને કોરોનાનું જોખમ વધારે છે. તે નાક, ગળા અથવા ફેફસાં સાથે શ્વસન માર્ગ(રેસ્પિરેટરી ટ્રેક્ટુ)ને નુકસાન પહોંચાડે છે. આનાથી અસ્થમાનો અટૈક કે નિમોનિયા થઈ શકે છે. ગંભીર શ્વસન રોગ હોઈ શકે છે. તેથી, અસ્થમાના દર્દીઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ પોતાને સુરક્ષિત રાખવા માટે કેટલીક સૂચનાઓનું કડક પાલન કરવું જોઈએ.

અસ્થમાના દર્દીઓને સંક્રમણથી બચવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે, જે તેઓ ફોલો કરી શકે છે:

- ઘરે તમે જે વસ્તુઓને સ્પર્શો છો, તેને સ્વચ્છ અને ચેપ મુક્ત રાખો. આમાં ડોર હેન્ડલ્સ (ડોરનોબ), લાઇટ સ્વીચો, મોબાઈલ ફોન્સ વગેરે શામેલ છે.
- તે લોકોથી દૂરી રાખો જેને ફ્લૂ અથવા શરદી છે. કપ અને ટુવાલ જેવી વ્યક્તિગત વસ્તુઓ શેયર કરશો નહીં.
- ઘરમાં હ્યુમિડીટીને ઓછામાં ઓછું રાખો.
- ધુમ્રપાન ના કરો.
- હવામાનમાં ફેરફારને કારણે એલર્જી વધે છે. એલર્જીને નિયંત્રિત કરવા માટે અસ્થમાની સારવારને સખત રીતે અનુસરો.
- તનાવના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે. મેડિટેશન જેવી તકનીકીઓ મદદરૂપ સાબિત થઈ શકે - લેપટોપ, ટીવી અને મોબાઇલ સ્ક્રીન જોવાનો સમય ઓછો કરો. તેનાથી તનાવ વધે છે.
- સંતુલિત આહાર લો. ફળ અને શાકભાજી ખાઓ.
- આળસ છોડો. ફિજિકલ એક્ટીવિટી કરતા રહો. આનાથી ઇમ્યુન સિસ્ટમ અને આરોગ્ય સરું હોય છે. 
- ગ્રાસરી જેવી જરૂરી વસ્તુઓ બહાર જઈને લેવાના બદલે ઘરેથી જ ઓર્ડર કરવું. 
- ઈનહેલર, નેસર સ્પ્રો અને એંટી એલર્જિક ટેબલેટનો નિયમિત રૂપથી સેવન કરતા રહો.  અસ્થમા અને તેની ગંભીર લક્ષણો હંમેશા બદલાતા રહે છે. આ રોગ માટે કોઈ સંપૂર્ણ ઉપાય નથી. જો કે, લક્ષણો નિયંત્રિત કરી શકાય છે. યોગ્ય યોજનાથી અસ્થમાને લગતા હુમલાઓથી બચી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર