Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો રાશિ મુજબ તમારે કયા દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ

જાણો રાશિ મુજબ તમારે કયા દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (08:10 IST)
હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જ્યોતિષ ફક્ત એક માન્યતા નથી. પણ એક પૂર્ણ પરિભાષિત વિજ્ઞાન છે. જ્યોતિષના માધ્યમથી કોઈ વ્યક્તિના ચરિત્ર કે વ્યક્તિગત વિશેષતાઓને જાણી શકાય છે. હિન્દુ ધર્મ ભારતનો સૌથી મોટો ધર્મ છે. જેના ત્રણ મુખ્ય પુરાણ છે. - વિષ્ણવિજ્મ (ભગવાન વિષ્ણુ), શિવિજ્મ (ભગવાન શિવ) અને શક્તિજ્મ (દેવી શક્તિ મતલબ દુર્ગા)   હિન્દુ ગ્રંથો મુજબ લોકોની માન્યતા છે કે પૃથ્વી પર 33 કરોડ ભારતીય દેવી દેવતા છે. આ બધા વિષ્ણુ શિવ કે દુર્ગાના અવતાર છે. અમે એ દેવતાની પૂજા કરીએ છી જેમની સાથે આપણે આત્મીયતા અનુભવીએ છીએ. અનેકવાર તમને આશ્વર્ય થશે કે તમે એક દેવી દેવતા તરફ આકર્ષિત થઈ જાવ છો.   તમે કાલ્પનિક રૂપે તેમની તરફ ખેંચ્યા  જાવ છો. અગ્નિ પુરાણ મુજબ એવુ કહેવાય છે કે આપણી રાશિ મુજબ દેવતાની પૂજા કરવી શુભ ફળદાયી હોય છે. 
 
જ્યારે તમે તમારી રાશિ મુજબ દેવતાની પૂજા કરો છો તો તેનાથી તમારી દિવ્ય શક્તિ વધે છે અને એ દેવી દેવતા પર પણ ગ્રહોની સ્થિતિ બદલવાનો પ્રભાવ પડે છે. અગ્નિ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જો તમને તમારી રાશિ ખબર છે તો તમે તમારા મુખ્ય ગૃહની પૂજા કરી શકો છો અને જે દેવતા એ ગૃહના માલિક છે તેની પ્રાર્થના પણ કરી શકો છો.  અનેકવાર ખૂબ મહેનત અને દ્રઢ નિશ્ચય છતા પણ તમે જીવનમાં આશામુજબ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.  હિન્દુ ધર્મ મુજબ તમારી જન્મ તારીખ અને રાશિ જાણીને તમે તમારી રાશિના સ્વામી ગૃહની પૂજા કરી મનપસંદ સફળતા મેળવી શકો છો.  પણ જો તમને ખબર ન હોય કે તમારી રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી તો અમે તમને કેટલીક જરૂરી વાતો બતાવી રહ્યા છે... 
 
મેષ - મેષ રાશિનો માલિક મંગળ છે. તેથી તમારા મંગળ ગૃહને મજબૂત કરવા માટે મેષ રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ.  
webdunia

વૃષ - વૃષ રાશિનો ગૃહ શુક્ર છે તેથી વૃષ રાશિવાળાએ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ 
 
મિથુન - મિથુન રાશિનો માલિક ગૃહ બુધ છે. બુધના દેવતા "શ્રીમનનારાયણ" છે. તેથી બુધ રાશિવાળાઓએ સારા ભાગ્ય માટે ભગવાન "શ્રીમનનારાયણ"ની આરાધના કરવી જોઈએ. 
 
કર્ક - કર્ક રાશિનો માલિક ગૃહ ચંદ્રમા છે. દેવી ગૌરી ચંદ્રમાની દેવી છે.  ગૌરી શાંતિ અને દયાની દેવી છે. તેથી જો તમારી રાશિ કર્ક છે તો તમારે તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી ગૌરીની પૂજા કરવી જોઈએ. 
webdunia

સિંહ - સિંહ રાશિના માલિક ગૃહ સૂર્ય છે અને આ ગૃહના માલિક દેવતા ભગવાન શિવ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા સહેલા છે. તેથી સિંહ રાશિવાળા પોતાના ભજનો અને પૂજાથી ભગવાન શિવને મનાવે. 
 
કન્યા - કન્યા રાશિનો ગૃહ બુધ છે. વિષ્ણુના અવતાર ભગવાન શ્રીમનનારાયણ બુઘ ગૃહના માલિક છે. તેથી કન્યા રાશિવાલાઓએ સારા ભાગ્ય માટે ભગવાન શ્રીમનનારાયણની પૂજા કરવી જોઈએ. 
 
તુલા - તુલા રાશિનો માલિક શુક્ર ગૃહ છે અને શુક્ર ગૃહની સ્વામી દેવી લક્ષ્મી છે. તેથી તમે દેવી લક્ષ્મીની આરાધના કરો.  તેનાથી સૌભાગ્ય અને ધન ધાન્યની પ્રાપ્તિ થશે. 
webdunia

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિનો માલિક ગૃહ પણ  મંગળ છે. તેથી વૃશ્ચિક રાશિવાળાઓએ પોતાનો મંગળ મજબૂત કરવા માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
 
ધનુ - ધનુ રાશિનો સ્વામી બૃહસ્પતિ ગૃહ છે. બૃહસ્પતિના સ્વામી "શ્રી દક્ષિણમૂર્તિ" છે જે કે ભગવાન શિવ અવતાર છે. આ જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે. તેથી તેનો પ્રભાવ પ્રાપ્ત કરવા માટે ધનુ રાશિવાળાને "શ્રી દક્ષિણમૂર્તિ"ની પૂજા અર્ચના કરવી જોઈએ. 
 
મકર - આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી મકર રાશિવાલાઓએ પણ સુખ સમૃદ્ધિ માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
 
કુંભ - કુંભ રાશિનો સ્વામી પણ મંગળ છે. ભગવાન શિવ મંગળના માલિક છે, તેથી કુંભ રાશિવાળાઓએ પવિત્ર મનથી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. 
 
મીન - ધનુ રાશિનો માલિક ગૃહ બૃહસ્પતિ(ગુરૂ) છે. બૃહસ્પતિના સ્વામી "શ્રી દક્ષિણમૂર્તિ" છે. તેથી મીન રાશિવાળાઓએ શ્રી દક્ષિણમૂર્તિની પૂજા કરવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ વાર બદલાયુ આપણા ત્રિરંગાનુ સ્વરૂપ