Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રણ વાર બદલાયુ આપણા ત્રિરંગાનુ સ્વરૂપ

ત્રણ વાર બદલાયુ આપણા ત્રિરંગાનુ સ્વરૂપ
- સન 1921માં ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે આ ઝંડાની રજૂઅત કરવામાં આવી. 
- ઈસ. 1931માં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે મંજૂર સ્વરાજ ઝંડો. 
- સન 1947થી આ ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. 
 
 
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. 
 
આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ.. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અમે અમારા માટે ત્રિરંગાની સ્ટોરીના રૂપમાં થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસ પર રજૂ કરી રહ્યા છે. 

બાપૂની રજૂઆત

સૌ પહેલા દેશના રાષ્ટ્રીય ધ્વજની રજૂઆત 1921માં મહાત્મા ગાંધીએ કરી હતી. જેમા બાપુએ બે રંગના ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ બનાવવની વાત કરી હતી. આ ઝંડાને મછલીપટ્ટનમના પિંગલી વૈકૈયાએ બનાવ્યો હતો. બે રંગોમાં લાલ રંગ હિન્દુ અને લીલો રંગ મુસ્લિમ સમુહનુ પ્રતિનિધિત્વ કરતુ હતુ. વચ્ચે ગાંધીજીનો ચરખો હતો જે એ વાતનો પુરાવો હતુ કે ભારતનો ઝંડો આપણા દેશમાં બનેલ કપડાંથી બન્યો.

P.R


પછી બન્યો સ્વરાજ ત્રિરંગો
webdunia
P.R


ત્યારબાદ સ્વતંત્રતાના આંદોલન હેઠળ વિરોધ આંદોલનમાં ત્રણ રંગનો સ્વરાજ ઝંડાનો પ્રયોગ કરવામાં આવ્યો. ખિલાફત આંદોલનમાં મોતીલાલ નેહરુએ આ ઝંડાને પકડ્યો અને પછી કોંગ્રેસે 1931માં સ્વરાજ ઝંડાને જ રાષ્ટ્રીય ધ્વજની સ્વીકૃતિ આપી. જેમા ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હતો. સાથે જ વચ્ચે ભૂરા રંગનો ચરખો બનેલો હતો.

947માં આવ્યો નવો ત્રિરંગો

webdunia
P.R

દેશના આઝાદ થયા બાદ સંવિઘાન સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 22 જુલાઈ 1947માં વર્તમાન ત્રિરંગા ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો. જેમા ત્રણ રંગ હતા. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગથી બનેલ અશોક ચક્ર જેમા 24 લાઈનો હતી જે ધર્મનુ પ્રતિનિધિત્વ કરતી હતી. રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું આ સ્વરૂપ આજે પણ કાયમ છે.

ખાદીનો ઝંડો

સ્વરાજ ઝંડા પર આધારિત ત્રિરંગા ઝંડાના નિયમ કાયદા ફ્લેગ કોડ ઓફ ઈંડિયા દ્વારા બનાવવામાં આવ્યા. જેમા નક્કી હતુ કે ઝંડાનો પ્રયોગ ફક્ત સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના પ્રસંગ પર જ થશે.

webdunia
P.R

ત્યારબાદ 2002માં નવીન જિંદલે સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી. જેના પક્ષમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકાર એ આદેશ આપ્યો કે અન્ય દિવસોમાં પણ આનો પ્રયોગ નિયંત્રિત રૂપમાં થઈ શકે છે. જ્યારબાદ 2005માં જે સુધાર થયો તેના હેઠળ કેટલાક વસ્ત્રોમાં પણ ત્રિરંગાના ઝંડાનો પ્રયોગ કરી શકાય છે.

કાગળનો પ્રયોગ

ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઈ મુજબ નાગર ઇકો અને બાળકોને સરકારે અપીલ કરી કે તેઓ સ્વતંત્રતા દિવસ પર ફક્ત કાગળથી બનેલ રાષ્ટ્રીય ધ્વજનો જ પ્રયોગ કરે. સાથે જ કાગળના ઝંડાને સમારંપ પુર્ણ થતા જ વિકૃત ન કરવામાં આવે કે ન તો તેને જમીન પર ફેંકવામાં આવે.
webdunia
P.R


આવા ઝંડાને તેની મર્યાદા અનુરૂપ તેનો ઉકેલ લાવવો જોઈએ. જનતાને આગ્રહ છે કે તેઓ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના બનેલા ઝડાઓનો પ્રયોગ બિલકુલ ન કરે, કારણ કે પ્લાસ્ટિકથી બનેલા ઝંડા લાંબા સમય સુધી નષ્ટ નથી થતા અને જૈવિક રૂપે અપઘટ્ય ન હોવાથી વાતાવરણ માટે હાનિકારક હોય છે. સાથે જ આમ તેમ પડી રહેવાથી ધ્વજની ગરિમાને આઘાત પહોંચે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

30 વર્ષની ઉમરમાં મહિલાઓ કરે છે આ કામ, જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!!!