Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરેંજ મેરેજમાં સુહાગરાતની મજાક બનાવી દે છે આ 5 વાતો...

અરેંજ મેરેજમાં સુહાગરાતની મજાક બનાવી દે છે આ 5 વાતો...
, શનિવાર, 28 એપ્રિલ 2018 (15:31 IST)
લગ્ન પછી થનારી સુહાગરાત કે ફર્સ્ટ નાઈટ એક્સપીરિયંસને બોલીવુડ ફિલ્મોમાં જેટલુ ગ્લેમરસ રીતે બતાવવામાં આવે છે હકીકતમાં વસ્તુઓ એવી હોતી નથી. ખાસ કરીને ત્યારે જો તમારા લગ્ન અરેંજ મેરેજ હોય.   જાણો એ 5 કારણ જેને કારણે અરેંજ મેરેજ કરનારા કપલ માટે ફર્સ્ટ નાઈટ અનેકવાર શરમનુ કારણ બની જાય છે. 
 
ઘરના લોકોને બધુ ખબર હોય છે.. 
 
એ ક્ષણ વર-વધુ બંને માટે શરમ અને સંકોચથી ભરેલી હોય છે. જ્યારે તમારા આખા કુટુંબને ખબર હોય છે કે તમે શુ કરવા જઈ રહ્યા છો. બની શકે કે લગ્નના રીતિ-રિવાજો નિભાવતા તમે એટલા થાકી જાવ કે તમારુ મન થઈ રહ્યુ હોય કે તમે પથારીમાં પડતા જ સૂઈ જાવ... પણ તમારા ભાઈ-બહેન, સગા સંબંધી બધા લોકો આ તકને હાથમાંથી જવા દેવા માંગતા નથી એવા એવા જોક કરે છે કે જેના વિશે કદાચ તમે ક્યારેય વિચાર્યુ પણ ન હોય... 
webdunia
ગુલાબની પાંખડીઓથી સજાવેલુ બેડ 
 
તમને પસંદ હોય કે ન હોય પણ ફર્સ્ટ નાઈટ માટે કપલનો રૂમ ઢગલો ગુલાબના ફુલોથી અને ઘણીવાર એવી ગિફ્ટથી સજાવી દેવામાં આવે છે જેને જોઈને તમને શરમનો અનુભવ થાય.  જો તમને ગિફ્ટમાં કૉન્ડમનુ પેકેટ મળી જાય તો નવાઈ પામવાની જરૂર નથી.. 
 
અજાણી વ્યક્તિ સાથે રાત પસાર કરવી 
 
મોટાભાગના અરેંજ મેરેજમાં કપલ્સ એકબીજાને જાણવા સમજવાથી વધુ ધ્યાન એ વાત પર આપે છે કે તેમના લગ્ન કેવા થશે ? તેમા કેટલો ખર્ચ થશે, લગ્ન માટે વર-વધુ કેવા દેખાશે ? એવામાં જ્યારે વારો સુહાગરાતનો આવે છે તો તેને અનુભવ થાય છે કે તે એક એવા અજાણ્યા વ્યક્તિ સાથે રાત પસાર કરવાનો છે જેણે તે જાણે તો છે પણ ઓળખતો નથી અને હવે એ તેનો લાઈફ પાર્ટનર છે જેની સાથે તેને પોતાનુ આખુ જીવન પસાર કરવાનુ છે. 
webdunia
કંફર્ટ લેવલની કમી

જો કે અરેંજ મેરેજમાં મોટાભાગના કપલ્સ એકબીજાને સારી રીતે જાણતા જ નથી એવામાં કેવી રીતે આશા કરી શકાય કે બંને એકબીજા સામે નેકેડ થઈને કંફર્ટેબલ અનુભવ કરે. 
 
સવાર બને છે વધુ શરમજનક 
 
ફર્સ્ટ નાઈટથી વધુ મજાક તો બીજા દિવસે સવારે થાય છે. જ્યારે વર-વધુ રૂમમાંથી બહાર આવે છે અને સંબંધીઓને એકવાર ફરી તક મળી જાય છે મજાક કરવાની. કેટલાક લોકો હંસે છે તો કેટલાક ફેમિલી પ્લાનિંગની સલાહ આપવા બેસી જાય છે. આ પરિસ્થિતિ નવ વર-વધુ માટે ખૂબ જ શરમજનક બની જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akbar Birbal - બીરબલની બુદ્ધિની પરીક્ષા