Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘર બનાવવાની શરૂઆત ક્યારે કરશો?

ઘર બનાવવાની શરૂઆત ક્યારે કરશો?
N.D
વાસ્તુ શાસ્ત્રમાં પ્રાચીન ઋષિ મુનીયોએ સુર્યની વિવિધ રાશીઓ પર ભ્રમણના આધારે તે મહિનામાં ઘર નિર્માણ પ્રારંભ કરવાના ફળની વિવેચના કરી છે.

1. મેષ રાશિમાં સુર્ય હોય તો ઘર બનાવવાની શરૂઆત કરવાથી ઘણો લાભ થાય છે.
2. વૃષભ રાશિમાં સુર્ય : સંપત્તિ વધારવી, આર્થિક લાભ.
3. મિથુન રાશિમાં સુર્ય : ગૃહ સ્વામીને કષ્ટ
4. કર્ક રાશિમાં સુર્ય : ધન ધાન્યમાં વૃદ્ધિ
5. સિંહ રાશિમાં સુર્ય : યશ, સેવકોનું સુખ
6. કન્યા રાશિમાં સુર્ય : રોગ, બિમારી આવવી.
7. તુલા રાશિમાં સુર્ય : સૌખ્ય, સુખદાયક.
8. વૃશ્ચિક રાશિમાં સુર્ય : ધન લાભ.
9. ધન રાશિમાં સુર્ય : ભરપુર હાનિ, વિનાશ.
10. મકર રાશિમાં સુર્ય : ધન, સંપત્તિમાં વધારો
11. કુંભ રાશિમાં સુર્ય : રત્ન, ધાતુ લાભ
12. મીન રાશિમાં સુર્ય : ચારેબાજુથી નુકશાન

ઘર બનાવવાની શરૂઆત વદમાં કરવી જોઈએ. ફાગણ, વૈશાખ, મહા, શ્રાવણ અન કારતક મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલ ગૃહનિર્માણ ઉત્તમ ફળ આપે છે.

ક્યારે શરૂઆત ન કરવી : મંગળવાર અને રવિવાર, પ્રતિપદા, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ તિથિઓ, જેષ્ઠા, રેવતી, મૂળ નક્ષત્ર, વ્રજ, વ્યાઘાત, શૂળ, વ્યતિપાત, ગંડ, વિષકુંભ, પરિઘ, અતિગંડ, યોગ- આમાં ઘરનું નિર્માણ કે કોઈ જીર્ણોદ્ધાર ભુલથી પણ ન કરવો જોઈએ નહીતર ઘર ફળદાયી નથી થતું.

સૌથી સારા યોગ : શનિવાર, સ્વાતિ, નક્ષત્ર સિંહ લગ્ન, વદ, સાતમ, શુભ યોગ અને શ્રાવણ મહિનો આ બધા જ એક જ દિવસે ઉપલબ્ધ થઈ શકે તો આવુ ઘર દૈવી આનંદ અને સુખોની અનુભૂતિ કરાવનાર હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati