Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્રી વીજળી યોજના માટે કરો રજીસ્ટેશન

ફ્રી વીજળી યોજના માટે કરો રજીસ્ટેશન
, રવિવાર, 17 માર્ચ 2024 (16:30 IST)
Free Electricity Scheme:  સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી  અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરી . 
 
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 1-કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 kW ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે નવી સબસિડી રૂ. 60,000 હશે, જ્યારે 3 kW રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને રૂ. 78,000 ની સબસિડી મળશે. આવો જાણીએ તમે કેવી રીતે તમે આ યોજનામાં સબસિડી મેળવી શકો છો.
 
જો તમે ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો તમે સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જઈ શકો છો
 
સબસિડી કેવી રીતે મેળવવી?
સૌ પ્રથમ તમારે પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે, જેના માટે તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરો. આ પછી તમારે તમારો વીજળી ઉપભોક્તા નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરવા પડશે.
બીજા સ્ટેપમાં, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો અને ફોર્મ મુજબ રૂફટોપ સોલર માટે અરજી કરો.
 
ત્રીજા સ્ટેપમાં, જ્યારે તમને Feasibility Approval મળી જાય, પછી કોઈપણ રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવો.
ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
આગળના સ્ટેપમાં, નેટ મીટરની ઈન્સ્ટોલેશન અને DISCOM દ્વારા ચકાસણી કર્યા પછી, પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
છેલ્લા સ્ટેપમાં, એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવી લો, પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને કેન્સલ ચેક સબમિટ કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડી મળી જશે.
 
યોજનાનો લાભ કોને મળશે ?
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ થવા જઈ રહી છે. સુંદર ક્ષેત્રમાં રહેનારા લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે.  હાલ સરકાર તરફથી તેને લઈને કોઈ દેશા નિર્દેશ રજુ કરવામાં આવ્યા નથી. પણ એવુ બતાવાય રહ્યુ છે કે જે પરિવારની આવક બે લાખ રૂપિયાથી ઓછી હશે તેમને આ યોજનાનો લાભ મળશે. હાલ એક કરોડ લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે. સોલર પેનલ  લગાવ્યા પછી લોકોને વીજળીના બિલના ટેંશનથી મુક્તિ મળશે. આ યોજનાનો સૌથી વધુ ફાયદો એ રાજ્યોને થશે જ્યા વીજળી ખૂબ મોંઘી છે. 

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડાની સંભાવના