Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આધાર કાર્ડમાં આ રીતે બદલો ફોટો

આધાર કાર્ડમાં આ રીતે બદલો ફોટો
, મંગળવાર, 25 એપ્રિલ 2023 (15:09 IST)
આધાર કાર્ડ સૌથી જરૂરી સરકારી ઓળખ પ્રમાણ પત્ર માનવામા આવે છે. તેમ કાર્ડ હોલ્ડરનુ ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા બંને હોય છે.  જો કે એવુ બની શકે છેકે કોઈ વ્યક્તિને આધારમાં કોઈ માહિતી અપડેટ કરવી પડે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની બે રીત છે. એક તો સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટ દ્વારા (SSUP) અને બીજુ આધાર એનરોલમેંટ સેંટર પર જઈને. આવો જાણીએ કે આ તમે આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલી શકો છો. 
 
આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલશો/અપડેટ કરશો 
તમે તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં તમારો ફોટો બદલવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:-
 
નિકટના આધાર નામાંકન કેન્દ્ર/આધાર સેવા કેન્દ્ર પર જાવ 
UIDAI ની સત્તાવાર વેબસાઈટ પરથી  ‘Aadhaar Enrolment/Correction/Update Form’ ડાઉનલોડ કરો. 
હવે આધાર કેન્દ્ર પર રહેલા અધિકારીને તમારુ ફોર્મ આપો અને તમારી બાયોમેટ્રિક માહિતી સોપો. 
-હવે અધિકારી તમારો લાઈવ ફોટો લેશે 
 માહિતી અપડેટ કરાવવા માટે રૂ. 100 નો ચાર્જ આપવો પડશે.  
- તમને અપડેટ રિકવેસ્ટ નંબર(URN)ની સાથે એક આધાર રસીદ મળશે.  
 - URN નો ઉપયોગ આધાર અપડેટે સ્ટેટસ જાણવા માટે કરી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડમીકાંડ મામલે મોટા સમાચાર યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે કર્યું સરેન્ડર, કહ્યુ- 'આ રાજકીય ષડયંત્ર છે'