Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મામા કેમ ભાણેજની સાથે હોડીમાં નથી બેસતાં ?

મામા કેમ ભાણેજની સાથે હોડીમાં નથી બેસતાં ?
W.D
મામા-ભાણેજનો સંબંધ પ્રેમ અને આત્મવિશ્વાસનો સંબંધ છે. શું એવું પણ બની શકે છે કે જ્યાં મામા જાય ત્યાં ભાણેજ ન જઈ શકે? શું કોઈ એવી જગ્યા છે જ્યાં મામા-ભાણેજનો એકસાથે પ્રવેશ નિષેધ હોય? જો મામા-ભાણેજ એકી સંગાથે હોડીની અંદર બેસે તો શું હોડી ડુબી જશે? તો આવો આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ આ સવાલોન જવાબ શોધવા માટે...

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો

નેમાવર... જીવન દાયીણી નર્મદા નદીના કિનારે આવેલું મધ્યપ્રદેશનું એક નાનકડુ ગામ છે. અહીંયા નદીની વચ્ચે નાભિ કુંડ કરીને એક સ્થળ છે જેના માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થળ પર પહોચવા માટે એકમાત્ર સાધન છે હોડી.

એક લોકવાયકા અનુસાર અહીંયા મામા-ભાણેજ એકીસાથે હોડીની અંદર બેસીને સમુદ્રની લહેરોનો આનંદ લઈ શકતાં નથી. જો તેઓ આવુ કરે છે તો તેમની સાથે કઈને કઈક ખોટુ અવશ્ય થાય છે.

જ્યાં મુશ્કેલી હોય છે ત્યાં સમાધાન પણ હોય છે. આ વાતને જાણતાં હોવા છતાં પણ જો મામા-ભાણેજ એકીસાથે હોડીની અંદર બેસવા માંગતાં હોય તો તેમણ્રે હોડીની વિધી પૂર્વક પૂજા કરાવવી પડે છે જેનાથી માતા નર્મદાની કૃપાને લીધે તેઓ સલામત રીતે કિનારે પાછા ફરી શકે.

અહીંના દ્રશ્યો જોઈને તમને આ વાત સાચી હોય તેવુ લાગે છે. કન્નૌદથી આવેલ ધર્મેશ અગ્રવાલ અને તેમનો ભાણેજ આયુષ અગ્રવાલ સલામત રીતે હોડીની અંદર પાછા ફરે તે માટે તેમણે હોડીની પૂજા કરાવી હતી.
webdunia
W.D

હોડીની આ વિશેષ પૂજા કરાવનાર પંડિત અખિલેશ આ માન્યતાની પાછળ એક પ્રાચીન ઘટના વિશે જણાવતાં કહે છે કે એક દિવસ જ્યારે મથુરાના રાજા કંસ પોતાના ભાણેજને લેવા માટે મથુરા ગયાં હતાં ત્યારે પાછા ફરતી વખતે મામા-ભાણેજ બંને એક જ નાવની અંદર બેસીને પાછા ફરી રહ્યાં હતાં. તે વખતે ત્યાં શેષનાગ પ્રગટ થયાં અને તેઓએ તેમની હોડીને ઉંધી કરી દિધી. તે ઘટનાને યાદ કરતાં આજે પણ અહીંયા મામા અને ભાણેજ બંને એકીસંગાથે એક હોડીની અંદર બેસતાં ગભરાય છે.

આ માન્યતાને આપણે ડર કહી શકીએ કે સચ્ચાઈ, આસ્થા કહી શકીએ કે અંધવિશ્વાસ. આ વાતનો જવાબ હવે તમારે આપવાનો છે તો તમારા મંતવ્યો અમને જરૂરથી જણાવશો....

Share this Story:

Follow Webdunia gujarati