Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યા ઉંદરો કરે છે નાગની પરિક્રમા....

જ્યા ઉંદરો કરે છે નાગની પરિક્રમા....
W.D
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને એક એવા મંદિરમાં લઈ જઈ રહ્યા છીએ, જેનુ પોતાનુ એતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે, અને જેની સાથે જોડાયા છે ઘણા ચમત્કારો. આ છે રાજા ગંઘર્વસેનની નગરી ગંઘર્વપુરીનુ ગંઘર્વસેન મંદિર. આ સિંહાસન બત્તીસીની એક 'વાર્તા' નુ સ્થળ છે.

ભારતની પ્રાચીન અને એતિહાસિક ગંઘર્વપુરીના ગંઘર્વસેન મંદિરના ગુંબદની નીચે એક એવુ સ્થળ છે, જેની વચ્ચે બેસે છે પીળા રંગનો એક ઈચ્છાધારી નાગ, જેની ચારેબાજુ હજારો ઉંદરો પરિક્રમા કરે છે. શુ છે આનુ રહસ્ય..? એ આજ સુધી કોઈ નથી જાણી શક્યુ.

ગામના લોકો આને નાગરાજાની 'ચૂહાપાલી'નુ સ્થળ કહે છે અને આ સ્થળને હજારો વર્ષ જુનુ બતાવે છે. કહેવાય છે કે નાગ અને ઉંદરો તો આજ સુધી જોવા નથી મળ્યા પરંતુ હા, તેમની પરિક્રમાના રસ્તે ઉંદરોની હજારો લીંડીઓ અને તેની વચ્ચે નાગની લીંડી જોવા મળે છે. ગ્રામવાસીઓએ તે સ્થળની ઘણીવાર સફાઈ કરી, પરંતુ ન જાણે કેમ લેંડિયો ક્યાંથી આવી જાય છે.

આ પ્રાચીન મંદિરમાં રાજા ગંધર્વસેનની મૂર્તિ સ્થપાયેલી છે. માલવા ક્ષત્રપ ગંઘર્વસેનને ગર્ધભિલ્લ પણ કહેવામાં આવતુ હતુ. આમ તો રાજા ગંઘર્વસેનના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, પરંતુ આ સ્થળ સાથે જોડાયેલી તેમની વાર્તા વિચિત્ર છે. ગ્રામીણોનુ માનવુ છે કે અહી રાજા ગંઘર્વસેનનુ મંદિર સાત-આઠ ખંડોમાં હતુ. વચ્ચે રાજાની મૂર્તિ સ્થાપિત હતી. હવે રાજાની મૂર્તિવાળુ મંદિર જ બચ્યુ છે, બાકી બધુ ભૂતકાળમાં સમાઈ ગયુ છે.

ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો.

અહીંના પૂજારી મહેશ કુમાર શર્માને પૂછવામાં આવ્યુ કે ઉંદરો ઈચ્છાધારી નાગની પરિક્રમા કરે છે આ વાતમાં સચ્ચાઈ કેટલી, તો તેમણે કહ્યુ કે અહી નાગની ખૂબ જૂની 'પ્રાચીન બામ્બી' છે, અને ચારેબાજુ જંગલ અને નદી હોવાથી ઘણા નાગ જોવા મળ્યા છે, પરંતુ આ મંદિરમાં ઉંદરો જોવા તો મુશ્કેલ છે, છતાં પણ ન જાણે ક્યાંથી ઉંદરોની લીંડીઓ આવી જાય છે. જ્યારેકે ઉપર નીચે રોજ સફાઈ કરવામાં આવે છે. અમે અમારા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છે કે આ મંદિરની રક્ષા એક ઈચ્છાધારી નાગ કરે છે.

અહીના સ્થાનીક નિવાસી કમલ સોની અને કેદારસિંહ કુશવાહ જણાવે છે એક અમે બાળપણથી જ ઉંદરપાળીનો આ ચમત્કારને જોતા આવ્યા છે. અમારા વડીલો બતાવે છે કે અહીં આ બામ્બીમાં એક ઈચ્છાધારી પીળો નાગ રહે છે, જે હજારો વર્ષ જૂનો છે. તેની લાંબી લાંબી મૂછો છે અને તે લગભગ 12 થી 15 ફૂટનો છે. અમારા જ ગામના રમેશચંદ્ર ઝાલાજીએ તે નાગ જોયો હતો. નસીબવાળાઓને જ આ જોવા મળે છે.

શેરસિંહ કુશવાહ, વિક્રમસિંહ કુશવાહ અને કેદારસિંહ કુશવાહનુ કહેવુ છે કે અમારુ ઘર મંદિરની પાસે છે. રોજ બ્રહ્મમુહૂર્તમાં મંદિરની ઘંટીઓનો કદી કદી અવાજ સાંભળવા મળ્યો છે. અમાસ અનેપૂનમના દિવસો મોટાભાગે એવુ થાય છે કે જ્યારે મંદિરનુ તાળુ ખોલવામાં આવે છે તો પૂજા-આરતીના પહેલા જ મંદિર અંદરથી સાફ-સૂથરુ મળે છે અને એવુ લાગે છે કે જાણે કોઈએ પૂજા કરી હોય.

જે રીતે આ મંદિરમાં ઉંદરો નાગની પરિક્રમા કરે છે તે જ રીતે અહીંની નદી સોમવતી પણ આ મંદિરની ગોળ થઈને કાલીસિંધમાં જઈ મળે છે.

webdunia
W.D
જ્યારે અમને ગંઘર્વપુરી ગામના સરપંચ વિજયસિંહ ચૌહાણથી આ સંબંધમાં વાત કરી તો તેમનુ કહેવુ હતુ કે ઉંદરપાળીમાં સેંકડો વર્ષોથી આ ચાલી રહ્યુ છે. આ પરિક્રમાના અવશેષ જોવા મળે છે, પરંતુ આજ સુધી કોઈએ જોયા નથી. ગામના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છે.

અહીં એક પ્રાચીન નગરી છે અને અહીં આસ્થાની વાત પર ગ્રામવાસીનુ કહેવુ છે કે ગંઘર્વસેનના મંદિરમાં આવનારાઓના બધા દુ:ખ મટી જાય છે, પરંતુ પાયો અને મંદિરનો સ્તંભ અને દિવાલો બુધ્ધકાળની માનવામાં આવે છે. રાજા ગંઘર્વસેન ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અને ભર્તૃહરિના પિતા હતા.

તમે અમને જણાવો કે શુ આ ખરેખર કોઈ ચમત્કાર છે કે અંધવિશ્વાસ !!!

Share this Story:

Follow Webdunia gujarati