Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આદિવાસીઓની અનોખી પ્રથા ચૂલ..

સળગતા કોલસા પરથી ચાલતા ઉઘાડા પગ એ અત્યાચાર કહેવાય કે એક શ્રદ્ધાનો વિષય ?

આદિવાસીઓની અનોખી પ્રથા ચૂલ..

શ્રુતિ અગ્રવાલ

W.DW.D

શ્રદ્ધા કે અંધ-શ્રદ્ધાની આ કડીમાં અમે તમને બતાવી રહ્યા છે માલવાના આદિવાસી વિસ્તારની અનોખી પ્રથા ચૂલ. હોળીના બીજા દિવસે ધૂળેટીએ આ પરંપરાને માલવા ક્ષેત્રના આદિવાસી વિસ્તારમાં ખૂબજ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. સદીઓથી ચાલતી આ પરંપરામાં સૌથી પહેલા સ્ત્રીઓ વડના ઝાડની પૂજા કરે છે. ત્યારબાદ એક એક કરીને સળગતા કોલસા પર ચાલે છે. સૌથી પહેલા આ સ્ત્રીઓ વડના ઝાડની અને ગલ દેવતાની પૂજા કરે છે અએન તેઓની પાસે માનતા માંગે છે. પોતાની માનતા પૂરી થયા બાદતેઓ સતત પાંચ વર્ષ સુધી ચૂલ પર ચાલીને દેવી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરે છે.
webdunia
W.D

ધાર્મિક પરંપરાના નામે તેઓ ત્રણથી ચાર ફૂટ લાંબા અને એક ફૂટ ઊંડા ખાડામાં સળગતા કોલસા મુકવામા આવે છે. માનતા રાખનારા લોકો આના પરથી પસાર થાય તે પહેલા ઘી નાખીને આગને વધુ પ્રજ્વલનશીલ બનાવવામાં આવે છે. ત્યારબાદ શરૂ થાય છે માનતા માનનારાઓનો આ સળગતા કોલસા પર ચાલવાની અનોખી પ્રથા... જે ધૂળેટીના સવારથી શરૂ થાય છે અને સૂરજ આથમે ત્યાં સુધી એટલે કે સાંજ સુધી ચાલતી રહે છે.
ફોટો ગેલેરી જોવા અહીં ક્લિંક કરો..
આવી જ એક મહિલા સોનાએ વેબદુનિયાને જણાવ્યું કે, તેમણે પોતાના મોટાભાઈના લગ્ન અને બાળકો માટે માનતા માંગી હતી. ભાઈનુ લગ્ન થઈ ગયું અને આ વર્ષે તેમને પુત્ર થયો છે. માનતા પૂરી થઈ ગઈ હવે હું માનતા પૂરી કરવા આવી છું. માનતા ઉતારવાનુ આ મારું પહેલુ વર્ષ છે. આ પછી હું આવનારા ચાર વર્ષ સુધી દરેક ધૂળેટીએ ચૂલ પર ચાલીશ. અહીં આવેલ મહિલાઓને વિશ્વાસ હતો કે અહીં માંગેલી માનતાઓ જરૂર પૂરી થાય છે.
webdunia
W.DW.D

છેલ્લા ત્રણ વર્ષથી સતત ચૂલ પર ચાલી રહેલી શાંતિબાઈએ અમને જણાવ્યુ કે, ચૂલ પર સળગતા કોલસાથી પણ તેમના પગ નથી બળતા. કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી.

સ્ત્રીઓ દ્વારા ચૂલ પર ચાલવાની આ પ્રથાની પાછળ એક દંતકથા છે. કહેવાય છે કે રાજા દક્ષે માઁ સતીનુ અપમાન કર્યુ હતુ. આ કારણે માતા સતી અગ્નિકુંડમાં કૂદી પડયા હતાં. અહીં પણ સ્ત્રીઓ સતી દેવી પાસે માનતા માંગવા માટે તેમને યાદ કરવા માટે ચૂલ પર ચાલે છે. તમે આ પરંપરાના વિશે શુ વિચારો છો તે અમને જરૂરને જરૂર જણાવો.

Share this Story:

Follow Webdunia gujarati