Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ તેગબહાદુરજીનું 333મું શહીદ પર્વ

ગુરૂ તેગબહાદુરજીનું 333મું શહીદ પર્વ
W.D

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષાના હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરૂ તેગબહાદુર સાહેબનું સ્થાન અદ્વીતીય છે. ધર્મ સ્વતંત્રતાની શરૂઆત શ્રી ગુરૂ નાનકદેવજીએ કરી હતી હતી અને શહીદીની રસ્મ શહીદોના સરતાજ શ્રી ગુરૂ અરજનદેવજીએ કરી હતી. પરંતુ શ્રી ગુરૂ તેગબહાદુરજીની શહાદતની સામે કોઈ મિસાલ નથી મળતી. કેમકે ગુનેગાર તો મકતુલની પાસે આવે છે પરંતુ મકતુલ ગુનેગારની પાસે નહિ.

ગુરૂ સાહેબજીની શહાદત સંસારના ઈતિહાસમાં એક વિલક્ષણ શહાદત છે જે તે માન્યતાઓ માટે આપવામાં આવેલી કુર્બાની છે જેની ઉપર ગુરૂ સાહેબનો પોતાનો વિશ્વાસ ન હતો.

ગુરૂજીએ માત્ર 14 જ વર્ષની ઉંમરમાં પોતાના પિતાની સાથે તાત્કાલિક હુકુમત દ્વારા કરવામાં આવેલ હુમલાની વિરુદ્ધ થયેલા યુદ્ધમાં અનોખી શુરવીરતાનો પરિચય આપ્યો હતો જેનાથી તેમના પિતાજીએ તેમનું નામ ત્યાગમલથી બદલીને તેગબહાદુર(તલવારના ધણી) કરી દિધું હતું.

યુદ્ધસ્થળના ભીષણ રક્તપાતનો ગુરૂ તેગબહાદુરજીના વૈરાગ્યમય માનસ પટલ પર ઉંડો પ્રભાવ પડ્યો. ત્યાર બાદ તેગબહાદુરજીનું મન આધ્યાત્મિક ચિંતન તરફ વળી ગયું. ધૈર્ય, વૈરાગ્ય તેમજ ત્યાગની મૂર્તિ ગુરૂ તેગબહાદુરજીએ એકાંતમાં સતત 20 વર્ષ બાબા બકાલ નામના સ્થાને પ્રભુ ચિંતન તેમજ સતત પ્રબળ સાધના કરી.

આઠમા ગુરૂ હરકિશનજી જ્યારે પરમ જ્યોતિની અંદર લીન થઈ રહ્યાં હતાં તે વખતે તેમણે પોતાના ઉત્તરાધિકારીનું નામ બાબા બકાલેનું દિશા-સુચન કર્યું. આ સમાચાર સાંભળીને ત્યાં હાજર રહેલી 22 વ્યક્તિઓએ પોતાને ગુરૂ ઘોષિત કરી દિધા.

સન 1675માં ગુરૂજી માનવ ધર્મની રક્ષા માટે અન્યાય તેમજ અત્યાચારની વિરુદ્ધ પોતાના ચારેય શિષ્યો સહિત ધાર્મિક તેમજ વૈચારિક સ્વતંત્રતાને લીધે શહીદ થઈ ગયાં. નિ:સંદેહ ગુરૂજીના આ બલિદાને રાષ્ટ્રની અસ્મિતા તેમજ માનવ ધર્મને નષ્ટ કરનારા આઘાતનો પ્રતિરોધ કર્યો હતો.

ગુરૂજીની અદ્વીતીય શહાદતે આ દેશની તેમજ ધર્મની સર્વધર્મ સમભાવની વિરાટ સંસ્કૃતિને ફક્ત અતુટ જ નથી બનાવી પરંતુ તેમાં સુદ્રઢતા પ્રદાન કરીને ધાર્મિક, સાંસ્કૃતિક, વૈચારિક સ્વતંત્રતાની સાથે નિર્ભયતાથી જીવન જીવવાનો મંત્ર પણ શીખવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati