Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ફાયદો જાણીને છોકરાઓ આજે જ કાન છેદાવી લેશે.

આ ફાયદો જાણીને છોકરાઓ આજે જ કાન છેદાવી લેશે.
, સોમવાર, 11 ડિસેમ્બર 2017 (06:39 IST)
૧૬ સંસ્કારોમાં કર્ણવેધ સંસ્કાર 
હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારોમાં એક સંસ્કાર છે કર્ણભેદ સંસ્કાર. આ સંસ્કારમાં છોકરાઓના કાન છેદ કરાય છે. હવે આ સંસ્કાર બહુ જ ઓછા સ્થાને જોવા મળે છે.
 
કેટલાક છોકરાઓ શોખથી કાન છેદાવે છે તો તેની મજાક ઉડાવવામાં આવે છે. જયારે કાન છેદવાના કેટલા ફાયદા છે તેના વિશે જાણ થશે તો મજાક ઉડાવતા લોકો પણ કાન છેદાવવા માંડશે.  
 
કાન છેદવાથી લાંબી ઉમર
 
ધાર્મિક દૃષ્ટિથી જોઇએ તો કર્ણભેદ ૧૬ સંસ્કારોમાં નવમો સંસ્કાર છે. ભગવાન શ્રી રામ અને કૃષ્ણનો પણ વૈદિક નીતિથી કર્ણભેદ સંસ્કાર થયો હતો. એવુ માનવામાં આવે છે કે આનાથી ખરાબ શક્તિની અસર દૂર થાય છે અને માણસની દીર્ધાયુ થાય છે.

 
વિજ્ઞાનની નજરોમાં કાન છેદવાથી લાભ.

webdunia
વૈજ્ઞાનિક દૃષ્ટિથી કર્ણભેદ સંસ્કારના એવા ફાયદા છે જે જાણીને તમે ચોંકી જશો. વિજ્ઞાન કહે છે કે કર્ણભેદથી  મગજમાં લોહીનો સંચાર સમુચિત રીતે થાય છે. આથી બૌદ્ધિક યોગ્યતા વધે છે.
 
આથી આને ઉપનયન સંસ્કાર પહેલા કરવામાં આવતુ હતુ, જેથી ગુરૂકુળમાં જતા પહેલા બાળકની મેધા શક્તિ વધે અને બાળક સારુ જ્ઞાન ગ્રહણ કરે.  આનાથી ચેહરા પર કાંતિ આવે અને રૂપ પણ નિખરે છે. 
 
કર્ણભેદના આ ફાયદાને જાણશો તો તમે આશ્ચર્ય પામશો
 
વૈજ્ઞાનિક દૃષ્ટિથી માનવામાં આવે છે કે કર્ણભેદથી  લકવાના રોગથી બચાવ મળે છે. પુરુષોના અંડકોષ અને વીર્યના સંરક્ષણમાં પણ કર્ણભેદનો લાભ મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો