Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Rain - ગુજરાતમાં વરસાદ બંધ થવાનું કારણ શું છે? ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શક્યતા કેટલી?

rain
, મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (09:24 IST)
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા છે.
 
રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે કે અતિભારે વરસાદની શક્યતા જણાતી નથી. એટલે કે આવનારા એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી.
 
હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે એ પ્રમાણે બે કે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા છે. ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, ભારે વરસાદ કે નવો રાઉન્ડ શરૂ થાય એટલા પ્રમાણમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાતી નથી.
 
કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આવનારા એક અઠવાડિયા સુધી હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને ગીર-સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.
 
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જાય તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં વરસાદ બંધ થવાનું કારણ શું છે?
 
રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ઑગસ્ટ મહિનાની શરૂઆત જ નહિવત્ વરસાદથી થઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.
 
સરળ રીતે સમજીએ તો ભારતમાં ચોમાસા દરમિયાન જે વરસાદ આવે છે તે બંગાળની ખાડી અને દેશના ભૂ-ભાગો પર સર્જાતી વિવિધ વરસાદી સિસ્ટમોને આભારી છે.
 
હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત સિસ્ટમ સર્જાય તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. જ્યારે ઉત્તર ભારત તરફ આવનારાં વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસામાં નબળાં હોય છે.
 
બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ સામાન્ય રીતે મધ્ય ભારતથી થઈને ગુજરાત તથા રાજસ્થાન તરફ આવતી હોય છે અને તેના કારણે આપણે વધારે વરસાદ થતો હોય છે.
 
જ્યારે સિસ્ટમો સર્જાય ત્યારે ચોમાસાની ટ્રફ રેખા પણ હિમાલયની પહાડીઓથી નીચે આવતી હોય છે અને તેનો ઉત્તર તરફનો છેડો રાજસ્થાન કે ગુજરાત પર આવે ત્યારે ભારે વરસાદ થતો હોય છે.
 
હાલ આ ટ્રફ રેખા હિમાલયની તળેટીના વિસ્તાર પર સ્થિર છે અને જેથી હિમાલયના પહાડી વિસ્તારોમાં વરસાદ કેન્દ્રિત થયો છે. હવામાનના આ કારણોને લીધે રાજ્યમાં હાલ વરસાદી ગતિવિધિ અટકી ગઈ છે.
 
ઑગસ્ટ મહિનામાં શું રહેશે સ્થિતિ?
 
હવામાન વિભાગે તાજેતરમાં બાકી રહેલા ચોમાસા માટે એક પૂર્વાનુમાન જારી કરીને કહ્યું છે કે ઑગસ્ટ મહિનામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે એટલે કે ઑગસ્ટમાં ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો થાય તેવી શક્યતા છે.
 
હાલ 1 જૂનથી લઈને 6 ઑગસ્ટ સુધી રાજ્યમાં તેની સરેરાશ કરતાં 55 ટકા વધારે વરસાદ થયો છે. ગુજરાતના પાંચ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તથા કચ્છમાં તેની સરેરાશ કરતાં 100 ટકા વધારે વરસાદ થયો છે.
 
જોકે, હવે ઑગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ જરા ચિંતાજનક થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણએ 15 ઑગસ્ટ સુધી રાજ્યમાં નવા રાઉન્ડની શક્યતા દેખાતી નથી.
 
ચોમાસા પર હવે અલ નીનોની અસર દેખાશે?
 
હાલ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ મજબૂત બની રહી છે ત્યારે દુનિયાભરમાં આ અલ નીનોને લઈને ચર્ચા ચાલી રહી છે. વિશ્વના સમુદ્રો ગરમ થઈ રહ્યા છે અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુનિયામાં વધી રહેલા તાપમાનમાં અલ નીનોનો ફાળો છે.
 
એક તરફ હવામાન વિભાગે બાકી રહેલા ચોમાસા દરમિયાન ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઘટવાની વાત કરી છે. તો બીજી તરફ ભારતના ચોમાસા પર હવે અલ નીનોનો પ્રભાવ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના વૈજ્ઞાનિક મહેશ પલાવતનું કહેવું છે કે ઑગસ્ટ મહિનાથી ભારતમાં અલ નીનોની અસર જોવા મળશે. ભારતની સાથે દક્ષિણ એશિયાના દેશો પર પણ અલ નીનોનો પ્રભાવ વર્તાવાનું શરૂ થશે.
 
ભારતના ચોમાસા પર અલ નીનોની નકારાત્મક અસર થતી હોય છે એટલે કે જ્યારે અલ નીનો સર્જાય ત્યારે ભારતમાં ચોમાસામાં થતો વરસાદ ઘટી જાય છે.
 
જોકે, ભારતના સમુદ્રના તાપમાન પર જે આધારિત છે તે 'ઇન્ડિયન ઑશન ડાયપૉલ' (આઈઓડી) જો પોઝિટીવ રહે તો અલ નીનોની અસરને નકારી શકાય છે. હાલ આઈઓડી પોઝિટિવ થઈ રહ્યો છે પરંતુ અલ નીનોની અસરને તે કેટલી ઓછી કરી શકશે તે જોવાનું રહ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પાસ, ફેવરમાં 131 વોટ, NDAને અપેક્ષા કરતાં મળ્યું વધુ સમર્થન