Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ

ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ
, બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:02 IST)
ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ દક્ષિણપૂર્વીય અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાને કારણે 6 ઓક્ટોબર પછી દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે. MET ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ચક્રવાત ઉત્તરપશ્ચિમ દિશા તરફ જશે અને ગુજરાતને વધારે અસર નહીં થાય.IMDના રીજનલ ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, અમે ચક્રવાતના ફોર્મેશન પર સતત નજર રાખી રહ્યા છીએ. વર્તમાન આગાહી અનુસાર, અરબ સાગરમાં લો પ્રેશર આગામી 48 કલાક સુધી જળવાઈ રહેશે. ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી, પણ હળવા વરસદાની આગાહી કરી શકાય.જયંત સરકારે કહ્યું કે, માછીમારોને 6 અને 7 ઓક્ટોબરના રોજ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે.  ગુજરાતમાં અત્યારે ઉનાળો હોય તેવી ગરમી પડી રહી છે. 2જી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં 37.1 સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ જ્યારે ગાંધીનગરમાં 36.2 સેલ્સિયસ તાપમાન હતુ. ભુજમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.IMDના એક અધિકારી જણાવે છે કે, રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે પછી આ પ્રકારની ગરમી સામાન્ય છે. ચોમાસા દરમિયાન હ્યુમિડિટી વધારે હોય છે અને ચોમાસું પતે પછી ગરમી વધારે લાગે છે અને ટેમ્પરેચરમાં ઓવરઓલ વધારો થાય છે. લગભગ એક મહિના સુધી આ પ્રકારનું વાતાવરણ રહે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ અને જૂનાગઢમાં અથડામણના બનાવોમાં ફાયરિંગની ઘટનાઓ, પોલીસે ટીયર ગેસ છોડ્યો