Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું 92 વર્ષની જૈફ વયે નિધન

ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું 92 વર્ષની જૈફ વયે નિધન
, શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:48 IST)
ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે. આજે તેમનું હોસ્પિટમાં નિધન થયું છે. છેલ્લા પાંચ દિવસથી સાહિત્યકાર નિરંજન ભગતને બ્રેઈન સ્ટેક થતાં હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. આજે તેમણે હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા. પ્રખ્યાત સાહિત્યકાર નંરંજન ભગતનું નિધન થતા સાહિત્ય જગતમાં દુખની લાગણી ઉભી થઈ છે. નિરંજન ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં લીધુ હતું.

તેમણે ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લીધુ. ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું. તેમણે એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. પાસ કર્યું. તેમણે ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા પણ આપી. તેમણે ૧૯૫૭-૫૮માં સંદેશ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક તરીકે પણ ફરજ નીભાવી હતી.  
તેમને મળેલ પુરસ્કારો
૧૯૪૯ - કુમાર સુવર્ણ ચંદ્રક
૧૯૫૭ - નર્મદ ચંદ્રક
૧૯૬૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક
૧૯૯૮ - પ્રેમચંદ સુર્વણ ચંદ્રક
૧૯૯૯ - સાહિત્ય અકાદમી પુરસ્કાર
૨૦૦૦ - સચ્ચિદાનંદ સન્માન
૨૦૦૧ - નરસિંહ મહેતા પુરસ્કાર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પુત્રવધુએ સસરાને જીવતા સળગાવ્યા