Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળક વેચવાની ચકચારી ઘટનામાં ભાજપના કાર્યકર અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખની મઘ્યપ્રદેશની પોલીસે ઘરપકડ કરી

બાળક વેચવાની ચકચારી ઘટનામાં ભાજપના કાર્યકર અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખની મઘ્યપ્રદેશની પોલીસે ઘરપકડ કરી
, બુધવાર, 14 નવેમ્બર 2018 (15:42 IST)
મધ્યપ્રદેશનાં અલીરાજપુર ખાતે બાળકોની તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ પોલીસે કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ દોઢ વર્ષના એક બાળકનો સોદો કરવા માગતી હતી, જોકે પોલીસે ગ્રાહકનો સ્વાંગ ધરી તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ગેંગ ૧.૪૦ લાખમાં બાળકને વેંચવાનો સોદો નક્કી કર્યો હતો.
 
આ ચકચારી ઘટનામાં છોટા ઉદેપુરમાં રહેતા અને ભાજપનાં કાર્યકર તેમજ નગરપા‌લિકાનાં પૂર્વ ઉપપ્રમુખની પણ સંડોવણી સામે આવતાં ગઇ કાલે મોડી રાતે તેમની અટકાયત કરવામાં આવી છે. છોટા ઉદેપુર ખાતે રહેતા ભાજપનાં કાર્યકર અને નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ રાજુ નિરંજન અગ્રવાલની પણ બાળ તસ્કરીનાં મામલે મધ્યપ્રદેશ પોલીસે ગત મોડી રાતે છોટા ઉદેપુર આવી અટકાયત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
 
પોલીસને એવી આશંકા છે કે રાજુ અગ્રવાલે વડોદરામાં તેનાં કોઈ સંબંધીને બાળક વેચી દીધું છે. મધ્યપ્રદેશમાં ઝડપાયેલી બાળકની તસ્કરી કરતી ગેંગનું ગુજરાત કનેક્શન બહાર આવતાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે કુલ ત્રણ બાળકો મેળવ્યાં હતાં. જેમાં એક વડોદરા ખાતે વેચ્યું હતું. ભોપાલની સામાજિક સંસ્થા અવાજના સંચાલક પ્રશાંત દુબેએ પોલીસને જાણકારી આપી હતી કે અલીરાજપુરનાં રહેવાસી શૈલેન્દ્ર ઊર્ફે શૈલુ રાઠોર (ઉં.વ. પ૮) (રહે. કાજુ નિવાસ રોડ) એક બાળક વેચવા માગે છે.
 
બાળકનાં વેચાણ માટે નાણાકીય લેવડદેવડ કરવાની વાત થઈ હતી. રવિવારે આરોપી શૈલુ રાઠોરે બાળક આપવા માટે સામાજિક કાર્યકર્તા દુબેને અલીરાજપુર બોલાવ્યા હતા. આ અંગેની પોલીસને જાણકારી મળતાં અલીરાજપુર જિલ્લા એસપી, એએસપીએ ટીમ તૈયાર કરી હતી, જેમાં પીએસઆઇ ચંચલા સોની અને પ્રશાંત દુબેને દંપતી બનાવી આરોપી શૈલુ રાઠોરના ઘરે મોકલ્યાં હતાં.
 
જ્યાં ૧૮ મહિનાનાં એક બાળકનો રૂ.૧.૪૦ લાખમાં સોદો થયો હતો. આ સોદા પૈકી ૧૦ હજાર રૂપિયા એડ્વાન્સ રકમ આરોપી શૈલુ રાઠોરને આ બનાવટી દંપતીએ આપી હતી. ત્યારબાદ થોડી વારમાં જ પોલીસ પહોંચી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે પૂછપરછ કરતાં છોટાઉદેપુરમાં રહેતા અને ભાજપના કાર્યકર્તાનું નામ સામે આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પડ્યા પર પાટુ- અછતમાં ફસાયેલા ખેડુતોને પાક માટેની લોન ભરપાઈ કરવા બેંકોએ નોટીસ ફટકારી