Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Visavadar News - જૂનાગઢમાં પોલીસ શર્મસાર - પિતા પર પોલીસ દમન થતાં પુત્રીએ પોલીસ સ્ટેશનમાં દવા પી આપઘાત કર્યો

Visavadar News - જૂનાગઢમાં પોલીસ શર્મસાર - પિતા પર પોલીસ દમન થતાં પુત્રીએ પોલીસ સ્ટેશનમાં દવા પી આપઘાત કર્યો
, બુધવાર, 16 મે 2018 (14:55 IST)
વિસાવદરમાં મંગળવારે બસસ્ટેન્ડ ચોકમાં રજાક આદમ મોદીનું છોટા હાથી ડીટેઇન કરીને તેઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે રજાકભાઇને ઢોર માર મારતા પુત્રી આશિયાના પોલીસ સ્ટેશન દોડી આવી હતી. પિતાને છોડાવવા વચ્ચે પડેલી આશિયાનાને મહિલા પોલીસે માર માર્યો હતો. આથી આશિયાનાએ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી. આથી તેને વિસાવદર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું મોત નીપજતા મામલો ગરમાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
webdunia

પોલીસ દમનથી આત્મહત્યા કરનાર આશિયાનાનો મૃતદેવ પરિવાજનોએ જ્યાં સુધી દમન આચરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. આથી આશિયાનાનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી વિસાવદરમાં કોઇ અઘટીત ઘટના બને નહીં અને કાયદો વ્યવસ્થઆ જળવાય રહે તે માટે એસ.પી, નિલેશ જાજડિયાની સૂચનાથી જૂનાગઢ, બિલખા, મેંદરડા, વંથલી સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દીધો છે. આશિયાનાનો મૃતદેહ પરિવારે સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે. રજાકભાઇ ત્રણ જેટલા વાહનો ધરાવે છે અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ મંદિરના પ્રસાદની આવક 7 કરોડને આંબી ગઈ