Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાલિતાણામાં ૧,પ૬૬ તપસ્વીઓનો ભવ્ય પારણોત્સવ ઊજવાશે.

પાલિતાણામાં ૧,પ૬૬ તપસ્વીઓનો ભવ્ય પારણોત્સવ  ઊજવાશે.
, બુધવાર, 26 એપ્રિલ 2017 (13:14 IST)
જૈનોના પવિત્ર તીર્થધામ શત્રુંજય પાલીતાણા મુકામે મહાન તપ વર્ષીતપના પારણા પ્રસંગનું તા.ર૭મીને ગુરુવારથી તા.ર૯ને શનિવાર સુધી આયોજન કરવામાં આવ્યું છે. શંખેશ્વર ૧૦૮ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ્રશાંતમૂર્તિ તપાગચ્છાધિપતિ આ.વિ.પ્રેમસુરીશ્વરજી મહારાજાની ભાવના હતી કે પ્રથમ તીર્થંકર દાદા યુગાદિદેવે જે પ્રથમ તપ કર્યો એનું આંશિક અનુકરણ કરીને સહુ પણ આદિનાથ દાદાના આશીર્વાદ મેળવીને વિશ્વશાંતિ સ્વરૂપ દીપકમાં ઘી પૂરવાનું કામ કરે.

જેઓનું જીવન માત્ર વિશ્વ કલ્યાણની જ કામના કરતું હતું એવા ગુરુદેવ પ્રેમસૂરિશ્વરજી મહારાજાની પ્રેમભરી પ્રેરણાથી ગુરુભક્તોએ વર્ષીતપની શુભ શરૂઆત કરી હતી. ગુરુદેવના મંગલમુખે પ્રથમ પચ્ચખ્ખાણ કરીને સહુ ભાવિકો મહામંગલ વર્ષીતપમાં ર્નિવઘ્ને વધતા રહ્યા. આ તપની દુર્ગમ સીડીને સહી સલામત ચડીને હવે અંતિમ મંઝિલે પહોંચેલા ૧,પ૬૬ તપસ્વીઓનો ભવ્ય પારણોત્સવ પાલિતાણા મુકામે ઊજવાશે.
ચરણોપ્રસાદ શિષ્ય આ.વિ. કુલચંદ્રસૂરિ મ.સા. આ સંપૂર્ણ મહોત્સવનું સફળ આયોજન કરી રહ્યા છે. ગિરિરાજની તળેટીમાં પારણા ભુવનમાં ભવ્ય મંડપ પૂર્વક હસ્તિનાપુર નગરી ખડી કરવામાં આવી છે. સર્વે તપસ્વીઓ તથા ગુરુભક્તો માટે આવાસ-નિવાસ આદિની અતિ વ્યવસ્થા થઈ છે.  ભક્તિ-પ્રેમ નગર, પારણા મંડપ તથા ભરત ચક્રવર્તી ભોજન મંડપનો મહા શણગાર રચવામાં આવ્યો છે. આદિનાથ પરમાત્માને બાહુબલીના પુત્ર સોમના પુત્ર શ્રેયાંસકુમારે ઈક્ષુરસ શેરડીથી પારણુ કરાવ્યંુ હતું. તે ઈતિહાસને સજીવન કરવા સ્વરૂપ ઉચ્ચ ઉછામણી બોલીને દિલીપભાઈ લાખી પરિવાર તથા મેહુલભાઈ ચોક્સી પરિવાર સર્વે ગુરુ ભગવંતોને તથા ૧,પ૬૬ તપસ્વીઓને શેરડીના રસથી અખાત્રિજે પારણા કરાવશે.

આ પ્રસંગે ગચ્છનાયક આ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. નિશ્રા પ્રદાન કરી સર્વે તપસ્વીઓને માંગલિક શ્રવણ કરાવશે. આ.વિ.ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં આ.વિ.શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા., આ.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., આ.વિ. કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા., આ.વિ. મહાનંદસૂરીશ્વરજી મ.સા. આદિ આચાર્ય ભગવંતો, પંન્યાસજી ભગવંતો, સાધુ-સાધ્વીજી ભગવંતો તથા પાલિતાણામાં બિરાજમાન સર્વે ગુરુભગવંતો તપસ્વીઓને આશીર્વાદ પ્રદાન કરશે.
મહોત્સવને સફળ બનાવવા આણંદજી કલ્યાણજી પેઢીનો સહકાર મળ્યો છે. તા.ર૭-૪ ગુરુવારે મહોત્સવની મંગલ શરૂઆત થશે. જેમાં સવારે ૧૦-૦૦ કલાકે તમામ તપસ્વીઓ દ્વારા સામૂહિક ભક્તામર મહાપૂજન થશે. સાંજે પ-૦૦ કલાકે સંગીત સામ્રાજ્ઞાીઓ સામૂહિક મેંદી રસમમાં સાંજીની રમઝટ જમાવશે. રાત્રે ૮-૦૦ કલાકે સંગીતરત્ન નરેન્દ્ર વાણીગોતા ભક્તિ-ભાવનાની ધૂન મચાવશે.  બીજા દિવસે સવારે પ-૦૦ કલાકે સમૂહમાં શત્રુંજય યાત્રા, ગિરિપૂજન થશે. બપોરે ર-૦૦ કલાકે તપસ્વીઓના તપની અનુમોદનારૂપે બહુમાન સમારંભ રાખવામાં આવેલ છે. રાત્રે ૮-૦૦ કલાકે કલાકારો દ્વારા ‘ભવ્ય ડાયરો’ થશે.  તા.ર૯-૪ શનિવારે સવારે તપસ્વીઓનું આગમન થશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર પંથકમાં કરા સાથે ધોધમાર પોણો ઇંચ વરસાદ