Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્લોપ શો સાબિત થયેલી એકતા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થશે

ફ્લોપ શો સાબિત થયેલી એકતા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થશે
, ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:00 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ આજે ગુરૂવારે તા. ૧પ નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવશે. વિજય રૂપાણી સવારે ૯/૩૦ કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. ર૦ નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે. રાજ્યમાં તા. ર૦ ઓકટોબરથી તા. ર૯ ઓકટોબર સુધી એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં પ૯ એકતા રથ દ્વારા ૩૩ જિલ્લાના ૧૭૧ તાલુકાઓ અને પ૪૭૧ ગામડાંઓ તથા ૬ મહાનગરોના ૧૩૧ વોર્ડને આવરી લેવાયા છે. 
રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના એકતાના સંદેશને જનજનમાં ઊજાગર કરવા યોજાઇ રહેલી આ એકતા યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રામીણ, શહેરી વિસ્તારોના કુલ ૧૬ લાખ પ૩ હજાર નાગરિકોએ દેશની એકતા માટેના શપથ લીધા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અસલાલીથી આજે શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા ચરણમાં અમદાવાદ જિલ્લાના ૪પ ગામોને પણ આવરી લેવાશે.વડોદરા ખાતે આજે બીજા તબક્કાની એકતા રથયાત્રાના કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ બીજા તબક્કાની એકતા રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પહેલા તબક્કામાં યોજાયેલ એકતા યાત્રામાં અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ખાતે આવ્યા હતા.અને છાની વિસ્તરમાં યોજાયેલી એકતા યાત્રાને દીવાળીના તહેવારને લઈને વિરામ આપ્યો હતો. ત્યારબાદ દિવાળીના પર્વની સમાપન સાથે બીજા તબક્કાની એકતા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ બીજા તબક્કાની એકતા યાત્રા શહેરના અલગ અલગ વિસ્તરમાં નીકળશે. એકતા યાત્રા ના પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે સરદાર સાહેબે રજવાડા એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.આજે 182 મીટર ની તેઓની પ્રતિમા ગુજરાત ના 182 લોક પ્રતિનિધિઓ ને પ્રેરણા આપશે. સરદાર સાહેબ સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે હવે આવનારા સમયમાં દેશની આસ્થા સમાન ભગવાન રામનું મંદિર પણ બનાવવામાં આવશે અને ભવ્ય મંદિર બનાવાશે એવી લાગણી વ્યક્ત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશમાં બધાના નાગરીકોના નામ રામ કરી દો એટલે આપોઆપ વિકાસ થઈ જશે - હાર્દિક પટેલ