Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રથમ ચરણનો 6.5 કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે વિના વિલંબે શરૂ થશે, નીતિન પટેલની જાહેરાત

પ્રથમ ચરણનો 6.5 કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે વિના વિલંબે શરૂ થશે, નીતિન પટેલની જાહેરાત
, શનિવાર, 3 માર્ચ 2018 (13:14 IST)
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા જે અંદાજપત્રીય જોગવાઇ કરી હતી તેમાં ગ્રામ્યસ્તરેથી શહેરી ક્ષેત્રે વધુ કામો માટે ખર્ચ કરાયેલા વધુ નાણાને કારણે પૂરક ખર્ચની માંગ કરાઇ છે. આ માંગણીઓ બહુમતીથી પસાર કરાઇ હતી.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, માર્ગ સુવિધા માટે ગ્રામ્યસ્તરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો હાથ ધરાયા છે. ઉપરાંત રસ્તાઓ પહોળા કરવા, નવા પુલો નિર્માણ માટે ખર્ચ કરાયો છે.

ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે સરકારી ઇમારતોને જે નુકશાન થયું છે તેનો પુન:નિર્માણ માટે આ વધારાનું ખર્ચ કરાયું છે. આમ રાજ્યમાં આ બધા આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે આ પ્રજાહિતના કામો હાથ ધર્યા છે.નાબય મુખ્યમંત્રીએ મેટ્રો રેલમાં ખર્ચ વધવાના કારણોના જવાબ આપતાં જણાવ્યું કે, વાહન વ્યવહારની વધુ સરળતા માટે મેટ્રોની સુવિધાના કામની શરૂઆત આ સરકારે કરી છે અને આ માટેનું કામ ગ્લોબલ ટેન્ડરથી કરવામાં આવ્યું હોવા છતાં અમૂક કંપનીઓના કોર્ટમાં જવાથી સમયનો વધારો થતા વધારાની રકમની જરૂરિયાત ઉભી થઇ છે. આમ છતાં પ્રથમ ચરણનો 6.5 કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે વિના વિલંબે શરૂ થશે.શિક્ષણ ક્ષેત્રે કોલેજોની માંગણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક તાલુકામાં કોલેજ ઉભી કરવાનો નિર્ણય આ સરકારે કર્યો છે, પરંતુ કોલેજ માટે જરૂરી જગ્યા સહિત અનેક વહીવટી બાબતોથી કામગીરીમાં વિલંબ થતો હોય છે પરંતુ દરેક તાલુકામાં કોલેજો ઉભી થાય તે માટે સરકાર કટિબદ્ધ છે, અને તે માટે પૂરતી નાણા સહાય અપાય છે.વધકારાના નાણાકીય ખર્ચ સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે રાજ્યના કર્મચારીઓ માટે સ્વીકારેલા સાતમા પગાર પંચને લઇ નાણાની ફાળવણી સમયને આધિન કરવાની રહે છે તેમજ ગત વર્ષે ફિક્સ સમયના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ઉપરાંત તેમજે કાયમી કરવાના નિર્ણયથી ઉભા થયેલા નાણા ભારણને કારણે પૂરક માંગણીઓ અનિવાર્ય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભા ખાતે આજે રૂ.695.98 કરોડની પૂરક માંગણીઓ રજૂ કરાઇ હતી. વિધાનસભા ગૃહમાં કુલ રૂ.10796 કરોડની 53 પૂરક માંગણીઓ રજૂ કરી હતી તે પૈકી 10 માંગણીઓ ચર્ચા દ્વારા ગૃહમાં પસાર કરાઇ હતી. 7 માંગણીઓ બિન મતપાત્ર હતી અને બાકીની 36 માંગણીઓ ગિલોટીનથી રજૂ કરાઇ હતી તે તમામ માંગણીઓ ગૃહમાં બહુમતિથી પસાર કરાઇ હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિસનગરમાં ધૂળેટીના દિવસે લોકો જૂતાં મારીને કેમ ધૂળેટી ઉજવે છે