Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેપારીઓના ખેલથી કેસર કેરીનો ભાવ 40 ટકા જેટલો વધી ગયો

વેપારીઓના ખેલથી કેસર કેરીનો ભાવ 40 ટકા જેટલો વધી ગયો
, શુક્રવાર, 15 જૂન 2018 (17:20 IST)
મોટા ભાગના લોકોનું પ્રિય ફળ કેરીની સિઝન હવે પૂરી થવાના આરે છે ત્યારે સિઝનના અંત પહેલાં ગીરની કેસર કેરી ખાઇ લેવા ઇચ્છતા સ્વાદ રસિયાઓને ભાવવધારાનો ઝટકો પડયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં વિધિવત્ કેરીની હરાજી બંધ થવાને પગલે કેરીના બોકસમાં સીધો પ૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ગીર ઉપરાંત ભાવનગરની નજીકથી આવતી સોસિયાની કેસરનો પણ ભાવ બોકસ દીઠ ૪૦ ટકા વધ્યો છે. માત્ર એક જ દિવસમાં કેરીના ભાવમાં બોકસ દીઠ રૂ.૩૦૦થી ૪૦૦નો ભાવવધારો થતાં સ્વાદ રસિયાઓ નિરાશ થયા છે. જોકે કેસર કેરીના કિલો દીઠ ભાવમાં પણ એટલો જ ભાવવધારો નોંધાયો છે. કિલો દીઠ રૂ.૮૦થી ૧૦૦માં મળતી કેસર કેરીના ભાવ હવે રૂ.૧ર૦થી ૧પ૦એ પહોંચ્યા છે. ભીમ અગિયારશે કેરી માટેનો ઉત્તમ તહેવાર છે. હજુ અગિયારશને આડે નવ દિવસનો સમયગાળો બાકી છે. આ વર્ષે અધિક માસ આવવાના કારણે અગિયારશ મોડી છે અને તે પહેલાં જ કેરીની આવકની સામે માગમાં વધારો થતાં કેરીના ભાવમાં બમણો ઉછાળો આવ્યો છે. કેરીની આવક ઘટી છે. હાલમાં તલાલા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી બંધ થયા પછી ઊના, વલસાડ, સુરત, નવસારી, તળાજા, મહુવાથી કેરીની પાંખી આવક છે. ઘટતી આવક અને માગ વધારાના પગલે નાની કેરીના રૂ.૭૦૦ના બદલે રૂ.૧,૦૦૦ અને મોટી કેરીના રૂ.૧,૦૦૦ના બદલે રૂ.૧૪પ૦ સુધી ભાવ બોલાઇ રહ્યા છે. આમ છતાં જતી સિઝનમાં પણ મોંઘી કેરી ખાનારો એક ચોક્કસ વર્ગ છે. આ વર્ષે કેરીના પાકને વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ઉત્પાદન ઘટયું છે. તેના કારણે ભાવો સિઝન શરૂ થયાથી શરૂ કરીને પૂરી થવા સુધી ૧૦ કિલોના બોકસ દીઠ રૂ.પ૦૦થી ૭૦૦ એક સરખા રહ્યા છે. ફુલ સિઝનમાં પણ ભાવ ઘટયા નથી ત્યરે શરૂઆતી સિઝનમાં જેમ ભાવ ઊંચા બોલાયા છે તેવી જ રીતે ઊતરતી સિઝનમાં પણ ભાવમાં ઉછાળો આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોબાઈલ એપથી ખરીદી શકશો જનરલ ટીકિટ