Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત સાથે કિંજલ દવે ફરી મચાવશે ધૂમ, કોર્ટે કેસ રદ કર્યો

kinajal dave gujarati singer
, બુધવાર, 31 જાન્યુઆરી 2024 (08:12 IST)
- હવે કિંજલ દવે આ ગીતને ગાઈ શકે છે.
-  રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ
- કાર્તિક પટેલનું ગીતના કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું. 
 
Kinjal dave- ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે. સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત નહીં કરી શકતાં કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલ કેસને રદ્દ કરી દીધો છે. ગીત પર લગાવવામાં આવેલ તમામ પ્રકારના પ્રતિબંધ કોર્ટે હટાવી દીધા છે હવે કિંજલ દવે આ ગીતને ગાઈ શકે છે.
 
2016માં અપલોડ કરાયું હતું ગીત
લોકગાયિકા કિંજલ દવેએ ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. ત્યાર બાદ વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. કાર્તિક પટેલનું ગીતના કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું. કાર્તિક પટેલે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 
 
કોપી રાઈટ સાબિત નહીં થતાં કોર્ટે કેસ રદ કરી નાંખ્યો
કોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ન ગાવાની સૂચના આપી હતી. કોર્ટના આ આદેશ સામે કિંજલ દવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ગાવાની છૂટ આપી હતી. ગીત કોપીરાઈટ કેસમાં સપડાતા કિંજલ દવેએ કોર્ટમાં આ મામલે માફી માંગી હતી. જોકે, કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું હતું કે, કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસાની કમાણી કરી છે માટે માફી યોગ્ય નથી. કોર્ટે આકરું વલણ અપનાવતા કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ હવે સિવિલ કોર્ટમાં કોપી રાઈટ સાબિત નહીં થતાં કોર્ટે કેસ રદ કરી નાંખ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ભારતીય ખેલાડીની અચાનક બગડી તબિયત, ICUમાં કરવો પડ્યો દાખલ