Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

He also committed suicide by drinking poison
, સોમવાર, 3 એપ્રિલ 2023 (12:42 IST)
રાજકોટમાં માતા-પુત્રના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા રોડ નજીક આવેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં 'કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો' વીડિયો બનાવી બીમાર માતાને ઝેર પાઇ પુત્રએ પોતે પણ ગટગટાવી લેતા બંનેના મોત નિપજ્યા છે. જોકે પોતે ક્યાં કારણથી આ પગલું ભરી રહ્યો છે તેનો કોઈ ઉલ્લેખ યુવકે વીડિયોમાં કર્યો નહીં હોવાથી પોલીસે મૃતક પુત્ર સામે ગુનો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજીતરફ આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

જાણવા મળતી વિગત અનુસાર શહેરના કોઠારીયા રોડ નજીક આવેલા ઘનશ્યામનગર ખાતે 80 વર્ષની બીમાર માતા અમીનાબેન લિંગડીયાને ઝેરી દવા પીવડાવી પુત્ર સિકંદરે પોતે પણ ગટગટાવી લેતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતકે આ પગલું ભરતા બનાવેલો એક વીડિયો મળી આવ્યો હતો. બહેનને ઉદ્દેશીને બનાવેલા વીડિયોમાં સિકંદરે કહ્યું હતું કે, 'કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો'
 
સિકંદરે બનાવેલા વીડિયોમાં તે રડતા રડતા કહી રહ્યો છે કે, રેશ્મા હું તારો ભાઈ હું જાવ છું. બેન મને માફ કરજે હું બાને સાથે લેતો જાવ છું. અમે મા-દીકરો હવે જીવી શકી એમ નથી. હું કોઈ માટે કાંઈ કરી શક્યો નથી, મને માફ કરી દેજો બધાય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી, એનું કોણ ધ્યાન રાખશે ? એટલે હું તેમને સાથે લેતો જાવ છું. એ પણ જીવીને શુ કરશે હવે ? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી હું ઝેરી દવા લઇ આવ્યો છું. એમને પાઈને હું પણ પી જાવ છું. ભાભી મને માફ કરજો તમારો દેવર તમારા માટે કાંઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણીયા-ભાણકીઓ અને મારી માં-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીવું છું મને માફ કરી દેજો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સો દિવસ : સાથ, સહકાર અને સેવાના