Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોટાદમાં ભાજપના મહામંત્રીએ ચાલુ સભામાં ભાષણ આપતાં રાજીનામું આપ્યું

resign by bjp candidate
બોટાદ , શુક્રવાર, 12 એપ્રિલ 2024 (13:59 IST)
resign by bjp candidate
 પાળિયાદ ગામે ગઈકાલે રાત્રે યોજાયેલ ભાજપની 'મોદી પરિવાર સભા'માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતાં આપતાં રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જાહેરસભામાં જણાવ્યું હતું. 
 
ભાજપમાથી રાજીનામું આપી દેતાં ખળભળાટ
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં 'મોદી પરિવાર સભા' યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મોદી સભા યોજાઈ હતી. આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.
 
ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે
વિજય ખાચરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલા સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. 20 વર્ષથી હું ભાજપમાં કામ કરી રહ્યો છું. મતનો અધિકાર મને મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા છું. આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. જેથી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. હું એવું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે. હું ભાજપના મોવડી મંડળને પ્રાથના કરું છું કે આના માટે પ્રયત્ન કરે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ