Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનશે હેરિટેજ ગાર્ડન

riverfront ahmedabad
, રવિવાર, 27 ઑગસ્ટ 2023 (12:17 IST)
અમદાવાદનાં ખાનપુર રિવરફ્રન્ટ તરફ હેરિટેજ દિવાલને અડીને 18 હજાર સ્કવેર મીટર જગ્યામાં "હેરિટેજ ગાર્ડન" બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા ખાનગી સંસ્થાની મદદથી હેરિટેજ ગાર્ડન બનાવવાનું આયોજન કરાયું છે.
 
આ ગાર્ડનને ટોરેન્ટ દ્વારા રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. CSR ફંડમાંથી આ બજેટ ફાળવી તેઓ 8થી 10 કરોડના ખર્ચે આ ગાર્ડનને અદ્યતન ગાર્ડન બનાવશે
 
મહાનગર પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ ખાનપુર રિવરફ્રન્ટ તરફનાં સરદાર બ્રિજની નીચે કોટ વિસ્તારમાં વર્ષો જુની હેરિટેજ દિવાલ પાસે જ હેરિટેજ ગાર્ડન બનાવાશે. જેમાં પાથવે, લોન તેમજ આસપાસનાં વિસ્તારનાં બાળકોને રમવે માટેની જગ્યા અને ઓપન થિયેટર પણ બનાવાશે. 
 
હેરિટેજ દિવાલ જર્જરીત હાલતમાં
અમદાવાદને વર્લ્ડ હેરિટેજમાં સ્થામ મળ્યા બાદ પણ લોકો તેનાં સ્થાપત્યોની જાળવણીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં કોટ વિસ્તારની દિવાલ જર્જરિત બની જવા પામી છે. તો હયાત દિવાલની કોઈ દેખભાળ રાખવામાં આવતી નથી. જેથી જમાલપુર વિસ્તારનાં રિવરફ્રન્ટ તરફની હેરિટેજ દિવાલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં PM મોદી ગુજરાતને બીજી વાર વંદે ભારતની ભેટ આપશે, જાણો ભાડું