Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના સરથાણામાં મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર

સુરતના સરથાણામાં મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર
સુરત , શનિવાર, 20 જાન્યુઆરી 2024 (09:23 IST)
- 2017માં પાટીદાર અનામત આંદોલન રેલી  કેસ 
- ઉગ્ર ભાષણો કરવાનો કેસ દાખલ થયો હતો
- કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં
 
 
શહેરના સરથાણા વિસ્તારમાં 2017માં પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આ રેલી માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક પટેલ સામે મંજૂરી વિના રેલી કરવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યાં છે. 
 
ઉગ્ર ભાષણો કરવાનો કેસ દાખલ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે 2017માં સુરતના સરથાણામાં હાર્દિક પટેલે પોલીસની મંજૂરી વિના જ રેલી કાઢીને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ રેલીમાં તેણે ઉગ્ર ભાષણો કર્યાં હતાં જેથી તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. આ કેસ હવે કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પુરાવાઓના આધારે ચુકાદો આપ્યો હતો.સુરત કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યાં હતાં. 
 
કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં
તે ઉપરાંત 15 હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં હતાં. રાજકીય સુત્રો એવું પણ કહી રહ્યાં છે કે, ભાજપમાં હોવાથી હાર્દિક પટેલને હવે અન્ય કેસમાંથી પણ મુક્તિ મળી જશે. હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, ‘આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vadodara boat accident - વડોદરાના હરણી તળાવ કેસમાં SITની રચના કરાઈ, લેકઝોન કોર્પોરેશને સીલ કર્યું