આજે હાર્દિકના પારણા થવાની શક્યતા, ખોડલધામના નરેશ પટેલ હાર્દિકને પારણાં કરવા મનાવશે

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:50 IST)
હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિકને મળી યોગ્ય મુદ્દા હશે તે સરકારમાં વાત કરીશ, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો છે તે યોગ્ય છે. હાર્દિક પટેલની તબીયત સારી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરૂ છું. નરેશ પટેલ હાર્દિકને મળવા માટે રાજકોટથી રવાના થયા છે. નરેશ પટેલના કહેવાથી હાર્દિક માનશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકને સમજાવીશ કે પહેલા પારણા કરી લે પછી બધી વાત કરીશું. સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા હાલ કોઇ તૈયાર નથી. આ અંગે હાર્દિકને મળીએ ત્યારે ચર્ચા કરીશું. આ વાત સંવાદથી જ પતે, સરકાર કહેશે તો હું મધ્યસ્થી માટે તૈયાર છું. હાર્દિક પટેલને પારણા કરાવવામાં મારો પૂરો પ્રયાસ રહેશે. કોઇ સારૂ કામ હોય તો આગળ આવવું જોઇએ, આર્થિક રીતે ગરીબ દરેક વર્ગના લોકોને અનામત મળવી જોઇએ. વડીલોના આગ્રહથી અને સમાજના હિત માટે હું આ કામમાં આગળ આવ્યો છું. પહેલા ખોડલધામના ટ્રસ્ટીઓ અને પાસ સાથે બેઠક કર્યા પછી હાર્દિકને મળવાનો નિર્ણય લીધો છે. હાર્દિકને મળ્યા બાદ જે વાત યોગ્ય લાગશે તે સરકાર સુધી પહોંચાડીશ. હાલ કોઇ સાથએ મારી વાત થઇ નથી અને અમદાવાદની ખોડલધામ ટીમ નક્કી કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING