Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા લાવા વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવશે

ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા લાવા વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવશે
, બુધવાર, 9 જાન્યુઆરી 2019 (12:52 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચાલુ મહિનાના ત્રીજા ગુજરાત સપ્તાહમાં ગુજરાત આવશે. ‘બેહતર ભારત’ અભિયાનની શરૂઆત માટે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજ્યની વિવિધ કોલેજના 1000 NSUIના હોદ્દેદારોને સંબોધન કરશે. હાલમાં રાહુલ ગાંધીએ સંભવિત ચાર તારીખો આપી છે. 18, 19, 20 અને 21 જાન્યુઆરીમાંથી એક દિવસ રાહુલ ગુજરાત આવશે. કોંગ્રેસ ફર્સ્ટ વોટરને આકર્ષવા માટે ‘બેહતર ભારત’ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ફર્સ્ટ વોટરને કોંગ્રેસ તરફ વાળવાની જવાબદારી NSUIને આપવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના ઉકળતા ચરૂ બાદ હવે ધરખમ ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. નેતાઓની નારજગીને લઈને પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થઇ શકે છે. જેમાં જિલ્લા પ્રમુખો બદલવામાં આવશે. લોકસભાની ચુંટણી પહેલા અનેક જિલ્લાના પ્રમુખો બદલાય તેવી શક્યતા છે. નારાજ નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે. તેના પગલે લોકસભા સીટો જીતાડવા માટે જિલ્લાનુ માળખુ બદલવાની માંગ કરાઇ છે. ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં જ દિનશા પટેલ સહિત 15 જેટલા આગેવાનોએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસે બંધબારણે બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં એવો સુર પુરાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ સિનિયરોને ગણકારતાં નથી, મનઘડત નિર્ણયો લે છે, જસદણની ચૂંટણી હોય કે પછી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ હોય ત્યારે સિનિયરોની સલાહ લેવાતી નથી કે મિટિંગમાં તેમને બોલાવાતાં નથી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભડકો થવાના એઘાણ, નારાજ નેતાઓએ કરી છે બેઠક