Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા, આગામી ત્રણ વર્ષમાં 18 બેઠકો પર પેટાચૂંટણી

, શનિવાર, 6 જૂન 2020 (16:02 IST)
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા છે. ત્રણ વર્ષમાં ભાજપના ત્રણ અને એક અપક્ષ મળીને કુલ 10 પેટાચૂંટણીઓ થઇ છે અને હવે કોંગ્રેસના ધારાસબ્યોએ અધવચ્ચે રાજીનામું આપી દેતા 6 મહિનામાં બીજી આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે.  ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઇએ તો ભાજપના ત્રણ ધારાસભ્યો- થરાદના પરબત પટેલ, ખેરાલુના ભરતસિંહ ઠાકોર અને અમરાઇવાડીના હસમુખ પટેલ સંસદ સભ્ય બની જતા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા ખાલી પડેલી આ ત્રણ બેઠકો પર અનુક્રમે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના અજમલજી ઠાકોર અને જગદીશ પટેલ ચૂંટાયા છે. ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી 10 બેઠકો પર પેટા ચૂંટણી થઇ હતી જેમાંથી કોંગ્રેસના ભાગે ત્રણ બેઠકો આવી હતી. હાલ ફરી એકવાર કૉંગ્રેસના ધારાસભ્યો ના રાજીનામાંથી આઠ બેઠકો ખાલી પડી છે જેની પેટા ચૂંટણી છ મહિનામાં કરવાની થશે. આ આઠ બેઠકોમાં અબડાસા બેઠકમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંમડીના સોમા ગાંડા પટેલ, મોરબીના બ્રિજેશ મેરજા, ધારીના જેવી કાકડિયા, ગઢડાના પ્રવિણ મારૂ, કરજણના અક્ષય પટેલ, ડાંગના મંગળ ગામીત અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા કાર્યાલયની યાદી મુજબ દ્વારકાની પબુભા માણેકની બેઠક પર ની ચૂંટણી હાઇકોર્ટએ રદ્દ કરી છે. મોરવા હડફની ભૂપેન્દ્ર ખાંટની બેઠક રાજ્યપાલે ખોટા એસટી સર્ટિફિકેટના કારણ ખાલી કરાવી છે. તલાલાના ભગવાન બારડ બે વર્ષથી વધુ સજા થતા આ બેઠક ખાલી પડી છે પરંતુ કોર્ટનો મનાઇહુકમ મળતાં સભાસદ ચાલુ છે. છેલ્લે ધોળકાની ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પર ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરી છે પરંતુ સુપ્રીમ કોર્ટે મનાઇહુકમ આપતાં સભાસદ ચાલુ છે. એટલે કે વિધાનસભામાં ચાર બેઠકો વિવાદાસ્પદ છે.ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ જોઇએ તો ભાજપના ધારાસભ્યોની સંખ્યા 103 છે. કોંગ્રેસના ધારાસભ્યો 65 રહી ગયા છે. બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે. એક અપક્ષ સભ્ય છે. વિધાનસભામાં કુલ 10 બેઠકો ખાલી પડી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં તંત્રની લાલિયાવાડી નિર્દોષોનો ભોગ લે તેવી સ્થિતિ