Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના Gay પ્રિન્સે LGBT લોકો માટે ખોલ્યા પોતાના મહેલના દરવાજા

ગુજરાતના Gay પ્રિન્સે LGBT લોકો માટે ખોલ્યા પોતાના મહેલના દરવાજા
, શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (12:44 IST)
ગુજરાતના રાજપીપળાના ‘ગે’ રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે એક અનોખી પહેલ કરી છે. તેણે પોતાના પેલેસની 15 એકર જમીન પર એલજીટીબી માટે બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે. આ ઇમારતમાં એ લોકો આરામથી રહી શકશે જેમણે સમલૈંગિકતાને કારણે પોતાનો પરિવાર છોડવો પડ્યો હતો. 10 વર્ષ પહેલા પોતે સમલેગિંક હોવાનું કબૂલ કરનાર દેશના પ્રથમ રાજવી પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિના રૂપમાં ખ્યાતિ મેળવી ચુકેલા માનવેન્દ્ર સિંહ ગોહિલે પોતાનું ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેના થકી તેમણે એડ્સનો ફેલાવો રોકવા માટે પોતાને સમર્પિત કરી ચૂક્યાં છે.

હનુમંતેશ્વર 1927 નામની આ જગ્યામાં આ કેન્દ્ર બનશે. આ મહેલમાં અનેક મોટી હસ્તીઓ આવી ચુકી છે. જેમાં હોલિવૂડ અને બોલિવૂડની પણ મોટી મોટી હસ્તીઓ સામેલ છે. માનવેન્દ્ર સિંહ ગોહિલની સંસ્થા લક્ષ્ય ફાઉન્ડેશન સમલેંગિક પુરષો તથા ટ્રાંસજેન્ડરો સાથે કામ કરે છે. અને સુરક્ષિત સેક્સનું પ્રચાર કરી રહી છે. 52 વર્ષિય પ્રિન્સનું માનવું છે કે, સમાજે LGBTમાટે હકારાત્મક વલણ અપનાવવું જોઇએ.  કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો જેના પગલે ભારતે સમલેગિંક સંબંધોને વર્ષ 2009માં ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે વર્ષ 1861માં બનાવવામાં આવેલા કાયદાને બદલવાનું કામ સાંસદોનું છે. સમલૈંગિક સેક્સ સંબંધોને અપરાધ માનવું માનવીના મૌલિક અધિકારોનું હનન છે. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 377 એટલે કે સમલૈંગિકતાને ગેરકાયદે ગણનારા પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં શાળા બંધને મિશ્ર પ્રતિસાદ, વાલિઓનું ઓછુ સમર્થન