Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 હજાર લોકોએ પોરબંદરમાં ગાંધીજીની પ્રતિકૃતિ બનાવી, માનવ સાંકળની વિશ્વ રેકોર્ડમાં નોંધ

8 હજાર લોકોએ પોરબંદરમાં ગાંધીજીની પ્રતિકૃતિ બનાવી, માનવ સાંકળની વિશ્વ રેકોર્ડમાં નોંધ
, મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (12:24 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઇ છે.
webdunia

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં 8 હજાર લોકોએ પોરબંદરની ચોપાટી ખાતે માનવસાંકળથી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી ત્યાં સીએમ ઉપસ્થિત રહી લોકોને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વમાં પ્રથમવાર આ ઐતિહાસિક ગાંધી ચહેરાની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન રોટ્રેક અને લિયો લાયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક ફરીથી ઉપવાસ પર બેઠો, મોરબીમાં પ્રતિક ઉપવાસ શરુ