Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેઇન સ્નેચીંગ કરનારને પાંચથી લઇને 10 વર્ષ સુધીની સજા

ચેઇન સ્નેચીંગ કરનારને પાંચથી લઇને 10 વર્ષ સુધીની સજા
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (12:02 IST)
ચેઇન સ્નેચીંગ કે ચેઇન સ્નેચીંગનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની સખત કેદ તેમજ ૨૫ હજાર દંડ કરાશે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ફોજદારી કાયદો ગુજરાત સુધારી વિધેયકને રજૂ કર્યુ હતું.
જેને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સમર્થન કરતા આ વિધેયક વિના વિરોધે પસાર થયું હતું. મહિલાઓનાં મંગળસૂત્ર, ચેઇન અને ઘરેણા જેવી ચેઇન સ્નેચીંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીમાં નવી કલમો ઉમેરીને આરોપીઓને કડક સજા આપવાનો નિર્ણય કરાયો છે.
મંત્રી જાડેજાએ આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓનાં ગળામાં હાથ નાખનારાઓને સરકાર છોડશે નહીં. રાજ્યની મહિલાઓ શાંતિ, સુરક્ષા અને સલામતી અનુભવે તે માટે પોલીસ દળમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૯૭૪૯ જેટલી મહિલાઓની ભરતી કરાઈ છે. જેથી કોઈપણ ગુનામાં પોલીસ સ્ટેશનમાં પગથીયા ચઢવા માટે મહિલાઓને ભય રહેતો નથી.
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સહાયતાં અને માર્ગદર્શન માટે અભયમ્ હેલ્પ લાઈન શરૂ કરી છે. તેમજ મહિલા સશક્તિકરણના ભાગરૂપે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત મહિલાઓને કરાટે, તિરંદાજી, રાયફલ શુટીંગની તાલીમ અપાય છે. ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઈમ અગેઇન્સ વૂમન હેઠળ ૨૬ જિલ્લામાં કાર્યરત કરેલી છે. ૩૮ મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે.
મંત્રીએ ઉમેર્યું છે કે, મહિલાઓની સુરક્ષા માટે જિલ્લા-તાલુકા અને રાજ્યકક્ષાની સુરક્ષા સમિતિની રચના કરેલી છે. હાલમાં આઈપીસી કલમ હેઠળ આવા ગુના માટેત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે.
જેને ધ્યાનમાં લઇને આઈપીસીમાં નવી કલમ ૩૭૯ (ક) અને ૩૭૯ (ખ)નો ઉમેરો કરાયો છે. ચીલ ઝડપન પ્રયાસ કરનારી વ્યક્તિને ૧૦ વર્ષ સુધીનીસજા ફટાકારાશે. ચેઇન સ્નેચીંગ કરનારી વ્યક્તિ નાસી જવાના ઇરાદાથી કોઇને ઇજા કરે અથવા ઇજા કરવાનો ભય ઉભો કરે તો કેદની અને દંડની સજા ઉપરાંત વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારાશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાખી સાવંતે અનુપ જલોટા વિશે આ શુ બોલી ગઈ ?