Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહીદ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ

shahid mahipal
, શનિવાર, 12 ઑગસ્ટ 2023 (19:28 IST)
shahid mahipal
ગત અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. એ વખતે તેમના પત્ની ગર્ભવતી હતા, અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે આ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું છે. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો. 
 
દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ સૌથી પહેલા શહીદ પતિના કપડાને સ્પર્શ કર્યા હતા, જે બાદ તેઓએ રડતી આંખે દીકરીને હાથમાં લીધી હતી. આ સમયે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. આ દરમિયાન પરિવારે ભીની આંખે કહ્યું હતું કે, 'દીકરીના મોટી થયા બાદ તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને અમે ડિફેન્સમાં મોકલીશું.'
 
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાઇજીરીયામાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં સાત લોકોના મોત, 23 ઘાયલ