Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં અમૂલ હસ્તક રહેલા બાગ બગીચાઓના મેન્ટેનેન્સના ધાંધિયાના કારણે હવે દર મહિને રીપોર્ટ મંગાશે

, શુક્રવાર, 11 મે 2018 (12:52 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરમાં અંદાજે ર૪૪ બાગ-બગીચા હોઇ તે પૈકી ર૩૦ બાગ-બગીચાની સારસંભાળ અમૂલ ડેરીને સોંપાઇ છે. આના બદલે અમૂલ ડેરીને પોતાની પ્રોડક્ટના વેચાણ હેતુ પાર્લર ઊભાં કરવાની છૂટ અપાઇ છે, જોકે અમૂલ હસ્તકના બગીચાની નબળી સારસંભાળના કારણે નાગરિકોની અનેક ફરિયાદો ઊઠતાં તંત્ર ગંભીર બન્યું છે. અત્યાર સુધી આ મામલે હળવાશથી કામ લેનારા સત્તાવાળા હવે પછી દર મહિને અમૂલ ડેરીના સંચાલક પાસે બગીચાની સારસંભાળનો રિપોર્ટ લેવાના છે. વર્ષો અગાઉ બનાવાયેલા શિડ્યૂલની કુલ ૬૬ જગ્યા પૈકી આંગળીના વેઢે ગણાય તેટલી જગ્યા ભરાયેલી છે. અગાઉના ખાનગીકરણની બોલબાલાના સમયમાં અમૂલ ડેરીને ૧ર૬ બાગ-બગીચા સારસંભાળ માટે અપાયા અને તેની અવેજીમાં બગીચામાં પાર્લર ઊભાં કરવાની છૂટ અપાઇ હતી. પ્રારંભના ૧ર૬ બગીચા વધીને હવે ર૩૦ થયા છે. બે વર્ષ અગાઉ અમૂલ ડેરી સાથે તંત્રે દસ વર્ષ માટે બગીચાની સારસંભાળ માટેનો નવો કોન્ટ્રાક્ટ કર્યો છે, પરંતુ અમૂલ હસ્તકના બગીચાને લગતી ફરિયાદનું પ્રમાણ ઘટવાના બદલે વધ્યું હોઇ ૧પ દિવસ પહેલાં ખુદ કમિશનર મૂકેશકુમારે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
જેમાં અમૂલ હસ્તક બગીચાની નબળી સિક્યોરિટી, બાળકો માટેનાં રમતગમતનાં સાધનોની દયનીય દશા, વોટરિંગ-લાઇટિંગનાં ધાંધિયાં, બંધ ફાઉન્ટેન તેમજ લોન સહિતના ગાર્ડ‌િનંગમાં બેદરકારી સહિતના મુદ્દે કમિશનર મૂકેશકુમારે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જે પ્રકારે અમૂલ હસ્તક બગીચાની સારસંભાળને લઇ નાગરિકોની ફરિયાદો ઊઠી છે તેને જોતાં કમિશનરે હવે પછી દર મહિને બાગ-બગીચાનો હવાલો સંભાળતા ડે. કમિશનરની અધ્યક્ષતામાં અમૂલ ડેરીના સંચાલકો સાથે બેઠક યોજીને તેમાં અમૂલ ડેરીના સંચાલકોએ સમગ્ર મહિનાનું રિપોર્ટકાર્ડ તંત્ર સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
જાણકાર સૂત્રો કહે છે કે શહેરભરના અમૂલ ડેરી હસ્તક બગીચાની સારસંભાળને લઇ મળેલી વ્યાપક ફરિયાદોના આધારે સત્તાવાળાઓએ અંદાજે ૧૦થી ૧ર કિસ્સામાં અમૂલ ડેરીના સંચાલકોને નોટિસ ફટકારી છે. તેમ છતાં આ નોટિસની કોઇ ખાસ નોંધ ન લેવાતાં ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના સભ્યોએ ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો, જેના કારણે ચેરમેન પ્રવીણ પટેલને પણ બગીચાની સારસંભાળ સહિતના મામલે અમૂલ ડેરીના સંચાલકો નબળા પુરવાર થયા હોવાનો મીડિયા સમક્ષ એકરાર કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક કિસ્સામાં થર્ડ પાર્ટીને પાર્લર ઊંચા ભાડે ચલાવવા અપાયાં હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

KXIPની હાર પર ભડકી પ્રીતિ ઝિંટા.. સહેવાગ પર કેમ ઉતાર્યો ગુસ્સો