Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીનના ભેદી રોગ સામે અમદાવાદ સિવિલ તૈયાર, બાળકો માટે 300 બેડ આરક્ષિત રખાયા

Ahmedabad civil prepared against China's enigmatic disease, reserved 300 beds for children
, બુધવાર, 29 નવેમ્બર 2023 (17:53 IST)
Ahmedabad civil prepared against China's enigmatic disease, reserved 300 beds for children
ચીનમાં બાળકોમાં જોવા મળેલી રહસ્યમય બીમારીને લઈને ભારત દેશ એલર્ટ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને સતર્ક રહેવા અને સુવિધાઓનો રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે. ત્યારે ગુજરાત સરકારે કેન્દ્રની સૂચના પ્રમાણે તમામ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિતની જરૂરિયાતોને તત્વરે ઉપલબ્ધ કરાવવા સૂચના આપી દીધી છે. જેને લઈને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ તૈયાર રી દેવામાં આવ્યો છે. જેમાં 300 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિ઼ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ચીનમાં બાળકોમાં જોવા મળેલો રોગ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mobile Number Suspended: સરકારે 70 લાખ મોબાઈલ નંબર કર્યા બ્લોક, આ કારણે થયુ આવુ