Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાલોલ નજીક એસઆરપી જવાનો ભરેલી બસ પલટી ખાઈ ગઈ, 30થી વધુ SRP જવાનો ઇજાગ્રત

halol news
, સોમવાર, 30 ઑક્ટોબર 2023 (20:09 IST)
halol news
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં 30થી વધુ SRP જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે, જે પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.

હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઊતરતાં બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. 40થી વધુ જવાનો સાથે બસ બેકાબૂ બની કોતરમાં ઊતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતાં તમામને અન્ય બસ અને 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્ત 8 જવાનને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે. અન્ય કોઈ જવાન ગંભીર ઇજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રિફર કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

110 દિવસ સુધી અન્ન વિના રહી દીકરી