Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raksha Bandhan 2023 - ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી નથી બાંધતી! જાણો શું છે ઈતિહાસ ?

raksha bandhan
, મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (15:43 IST)
raksha bandhan
Raksha Bandhan Not Celebrated  : પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોધાણા ગામમાં ગોધનશાપીર દાદાનું મંદિર છે અને ગ્રામજનોને પણ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.
 
ભાઈ-બહેનના પવિત્ર બંધનને દોરામાં બાંધવાના તહેવારને રક્ષા બંધન કહેવામાં આવે છે… આ તહેવાર સામાન્ય રીતે શ્રાવણ સુદ પૂનમના દિવસે સર્વત્ર ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તેની પાછળ પણ એક ઈતિહાસ છે. તો ચાલો જોઈએ કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આ ગામમાં શા માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી.
 
પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોધાણા ગામમાં ગોધનશાપીર દાદાનું મંદિર આવેલું છે અને ગ્રામજનોને પણ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. ત્યારે ગામમાં દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ પહેલા આખું ગામ ઢોલના નાદ સાથે એકત્ર થાય છે અને તેમાંથી ચાર લોકો ગામના તળાવમાંથી એક ઘડામાં પાણી લાવે છે. તે સમયે એક પરંપરા હતી કે ગામની સીમામાં રેસનું આયોજન કરવામાં આવતું હતું.
 
જાણો શુ છે ઈતિહાસ ?
 
આજથી 700 વર્ષ પહેલા શ્રવણ સુદ પૂનમ પહેલા ગામઅન ચાર યુવક પરંપરા મુજબ ગામના સરોવરમાં માટલીથી પાણી ભરવા ગયા હતા અને એ યુવક સરોવરમાં એક કાણામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા. જ્યારે ગ્રામીણોને આ વાતની માહિતી મળી તો તેઓ તળાવ પાસે દોડ્યા અને ત્યા કલાકો બહાર બેસીને યુવકના બહાર આવવાની રાહ જોવા લાગ્યા. પરંતુ એ યુવકની કોઈ ભાળ મળી નહી. અંતમા જ્યરે ચારેય યુવક મરી ગયા સમજીને ગામના લોકો પરત ફર્યા તો આખા ગામમાં માતમ ફેલાય ગયો. તે દરમિયાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહ્યો હતો, પરંતુ ચાર યુવાનોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
 
ગામમાં રહેતા મુખીને રાત્રે સ્વપ્નમાં  ગોધનશાપીર દાદા આવ્યા.
જેથી ગ્રામજનોએ રક્ષાબંધન ન મનાવવાનો નિર્ણય કર્યો હતો. દિવસે ગામમાં રહેતા મુખીને રાત્રે સ્વપ્ન આવ્યું. જેમાં ગોધનશાપીર દાદાએ ગ્રામજનોને જણાવ્યું હતું કે આવતીકાલે સવારે આખું ગામ એકત્ર થઈ અબીલ ગુલાલ સાથે ઢોલ વગાડીને ગામના તળાવે પહોંચવું જોઈએ. તમને ત્યાં ચાર ડૂબી ગયેલા યુવકો મળશે. સવારે મુખીએ ગ્રામજનોને આ સ્વપ્નની વાત કહી અને આખું ગામ અબીલ ગુલાલ સાથે ઢોલ વગાડતુ  ગામના તળાવ પાસે પહોંચી ગયું. ગામલોકોએ ચાર યુવકોને તળાવમાંથી બહાર આવતા જોયા ત્યારે મોટો ચમત્કાર થયો. આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ જ્યારે ગામની દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો ત્યારે યુવક તળાવમાંથી જીવતો બહાર આવ્યો હતો.
 
ગોધનશાપીર દાદાના મંદિરમાં ચઢાવાય છે સુખડી અને શ્રીફળનો પ્રસાદ 
 
આ 700 વર્ષ જૂની પરંપરા આજે પણ ચાલુ છે, એટલું જ નહીં સમગ્ર ગામમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. આ દિવસે દીકરીઓ ગામના ગોધનશાપીર દાદાના મંદિરમાં સુખડી અને શ્રીફળ ચઢાવીને ભાઈના હાથ પર રાખડી બાંધે છે. ગામના લોકો આ પ્રકારનો ઈતિહાસ કહી રહ્યા છે.
 
પરણેલી સ્ત્રીઓ પણ કરે છે પરંપરાનુ પાલન 
એટલુ જ નહી ગામની પુત્રીઓ પણ શ્રાવણ સૂદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતી. પણ ભાદરવા સુદ તેરસના દિવસે પુત્રીઓ ગામમાં આવે છે. ભાઈના હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. આ રીતે 700 વર્ષ પહેલાની પરંપરા આજે પણ નિભાવી રહી છે ને ભાદરવા સુદ તેરસ મુજબ તે પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષા બંધનનો તહેવાર પણ ઉજવે છે.  આ રીતે ગામની પુત્રીઓ સાથે જ પરણેલી સ્ત્રીઓ પણ આ પરંપરાનુ પાલન કરે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2023: રક્ષાબંધનના દિવસે ભાઈ ન કરે આ કામ, ભોગવવુ પડશે અશુભ પરિણામ