Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kalmadhav Shakti Peeth : અમરકંટક જ્યા પડી હતી સતીની ડાબી જંઘા, જાણો આ પાવન શક્તિપીઠનુ ધાર્મિક મહત્વ

kalmadhav shakti peeth
, રવિવાર, 1 ઑક્ટોબર 2023 (22:21 IST)
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે  શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે અને તેની ચારેબાજુ એક તળાવ છે. એવું કહેવામાં  આવે છે કે દેવી સતીની ડાબી જાંધ પડી હતી.  જોકે કેટલાક લોકોનુ માનવુ છે કે અહી સતીનો કંઠ પડ્યો હતો. જ્યારબાદ આ સ્થાન અમરકંઠ અને ત્યારબાદ અમરકંટક કહેવાયુ. 
 
નવરાત્રીમાં ભક્તોની રહે છે ભારે ભીડ 
 
શક્તિ સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળને લઈને લોકોમાં હજુ પણ થોડો ભ્રમ છે. 'તંત્ર ચુડામણિ' માંથી માત્ર નિતંબ  અને શક્તિ અને ભૈરવની જાણકારી મળે છે. - નિતમ્બ કાલ માઘવે ભૈરવશ્ચસિંતાગશ્ચ દેવી કાલી સુસિદ્ધિદા, જોકે હાલ અહી દેવી સતી કાલમાઘવ અને શિવ અસિતાનંદ નામથી વિરાજીત છે. માન્યતા છે કે આ શક્તિપીઠ પર શક્તિને કાળી અને ભૈરવને અસિતાંગ કહેવાય છે. 
 
શક્તિનુ આ પાવન સ્થળ ખૂબ સિદ્ધ અને શુભ ફળ આપનારુ છે. માન્યતા છે કે માતાના દર્શન માત્રથી જ ભક્તોના બધા કષ્ટ દૂર થઈ  જાય છે આ જ કારણ છે કે દૂર દૂરથી લોકો માતાના આ પાવન દરબારમાં આવીને સાધના આરાધના કરે છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે નવરાત્રિના પાવન પર્વ પર દેવીના ભક્તોની અહી ભીડ રહે છે. 
 
બે મોટી નદીઓનુ ઉદ્દગમ સ્થળ છે અમરકંટક 
 
અમરકંટક મૈકલ પર્વત પર આવેલુ છે અહી મૈકલ પર્વત વિંઘ્ય પર્વત શ્રેણી અને સતપુડા પર્વ શૃંખલા સંઘિ પર્વત છે. તેને પુરાણકાલીન પર્વત અંગ માનવામાં આવે છે. તેને ભૌગોલિક ચમત્કાર જ કહેવાશે કે એક જ સ્થાન પરથી બે નદીઓ બિલકુલ વિપરિત દિશામાં  વહે છે. તેમાથી સોન નદી જયા બિહારની પાસે ગંગાને મળે છે તો બીજી બાજુ નર્મદા ગુજરાતના ભરૂચમાં જઈને અરબસાગરમાં ભળી જાય છે 
 
કેવી રીતે જશો અમરકંટકના આ શક્તિ સ્થળ પર 
 
અમરકંટ સ્થિત આ પાવન શક્તિપીઠના દર્શન કરવા માટે તમારે રેલ માર્ગ અને રોડમાર્ગે પહોચી શકો છો. અમરકંટક પાસે સૌથી નીકટનો પૈડ્રા રોડ રેલવે સ્ટેશન્છે. જ્યાથી આ શક્તિ સ્થળ 17 કિમી દૂર આવેલુ છે. બીજી બાજુ રોડમાર્ગથી તમને મઘ્યપ્રદેશના અનૂપપુર પહોંચવુ પડશે પછી ત્યાથી 48 કિમીની તરફ યાત્રા કઈને અમરકંટકમા તમને માતાના દર્શનુ સૌભાગ્ય પ્રાપ્ત થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ નવરાત્રી ગરબા રમવા જઈ રહ્યા છો તો જરૂર વાંચો આ મેકઅપ ટિપ્સ