Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈની લોકલ ટ્રેનોમાં વહેલી તકે ઑટોમેટિક બંધ થતા દરવાજા નહીં બેસાડાય તો ભૂખ હડતાલ

મુંબઈની  લોકલ ટ્રેનોમાં વહેલી તકે ઑટોમેટિક બંધ થતા દરવાજા નહીં બેસાડાય તો  ભૂખ હડતાલ
મુંબઈ, , મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (17:17 IST)
મુંબઈની લાઇફલાઇન નરભક્ષી લોકલ ટ્રેનોમાંથી પડી હજારો પ્રવાસી દર મહિને પડી અપંગ બને છે તો સેકડો મૃત્યુ પામે છે. એટલા માટે બોરિવલી(વેસ્ટ)સ્થિત સામાજિક સંસ્થા ગાંધી વિચાર મંચના અધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તા છેલ્લા 25 વરસથીમાગણી કરી રહ્યા છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં ઑટોમેટિક બંધથતાં દરવાજા બેસાડવામાં આવે. પરંતુ સરકાર અને રેલવે પ્રશાસન આ અંગે કોઈ ખાસ ધ્યાન આપતું નથી. જો આ અંગે વહેલી તકે કાર્યવાહી નહીં થઈ તોસામાજિક સંસ્થા ગાંધી વિચાર મંચના અધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તા ભૂખ હડતાલ પર ઉતરશે અને સરકાર તથા રેલવે વિરૂદ્ધ મોરચો કાઢશે. ગાંધી વિચાર મંચનાઅધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તાએ જણાવ્યું કેમુંબઈની નરભક્ષી લોકલ ટ્રેનોને કારણે લોકો અપંગ બની રહ્યા છે અને મરી રહ્યા છેજેને કારણે તેમનો પરિવારપાયમાલ થાય છે. મહિનામાં સેકડો અપંગ બનાવનારી મુંબઈની લોકલ ટ્રેનોમાં ઑટોમેટિક બંધ થતા દરવાજા લગાડવામાં આવે. અમારી સંસ્થાના માધ્યમથીસરકાર અને રેલવે સમક્ષ માગણી કરૂ છું કેવહેલી તકે આ અંગે કાર્યવાહી કરે અને હજારો પરિવારને દર મહિને બરબાદ થતા બચાવે. જો વહેલી તકે આ અંગેકાર્યવાહી નહીં થઈ તો અમારી સંસ્થા જનતાની અદાલતમાં જશે અને સરકાર તથા રેલવે વિરૂદ્ધ ભૂખ હડતાલ કરશે અને મોરચો કાઢશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૭૨મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ