Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રણેય સેના પ્રમુખોએ CRPFના વીર શહીદોને આપી શ્રદ્ધાજલિ - પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ આપી

ત્રણેય સેના પ્રમુખોએ  CRPFના વીર શહીદોને આપી શ્રદ્ધાજલિ - પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ આપી
, શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (21:20 IST)
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે શહીદોના પાર્થિવ શરીર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ બીપીન રાવત પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી જવાનોના નશ્વર દેશને પોત પોતાના ઘરે મોકલવામાં આવશે.
webdunia

શહીદ જવાનોના એમના સંબંધિત રાજ્યો તથા મતવિસ્તારોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે હાજર રહેવાની ભાજપશાસિત રાજ્યોના પ્રધાનો તથા સંસદસભ્યોને વડા પ્રધાન મોદીએ સૂચના આપી છે.
 
પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગુરુવારે બપોરે લગભગ સવા ત્રણ વાગ્યાના સુમારે પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનના એક આત્મઘાતી હુમલાખોરે 350 કિલોગ્રામ વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસ સાથે અથડાવી મારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુલવામાં હુમલા પર CRPF નુ ટ્વીટ - ના ભૂલીશુ કે ન તો માફ કરીશુ....