Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિપુર હિંસા વચ્ચે PM મોદીનું નિવેદન

PM Modi's statement amid Manipur violence
, ગુરુવાર, 20 જુલાઈ 2023 (11:59 IST)
મણિપુર હિંસા વચ્ચે PM મોદીનું નિવેદન - મણિપુરમાં બે મહિલાઓ નગ્ન થઈને ફરતી હોવાના મામલામાં કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સોશિયલ મીડિયા પર વીડિયો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ ઘટનાના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. 
 
સંસદ સત્ર PM મોદીનું મોટું નિવેદન 
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. PM મોદીએ મણિપુરની મહિલાઓના વીડિયો પર પણ નિવેદન આપ્યું હતું. PM મોદીએ કહ્યું કે, હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અમે ગુનેગારોને છોડીશું નહીં. PM મોદીએ કહ્યું, મારું દિલ દર્દથી ભરેલું છે. 
 
PM મોદીએ કહ્યું, આ દેશના કોઈ પણ ખૂણામાં કોઈના પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. કાયદા અને વ્યવસ્થાનો મહાત્મય અએ નારીનુ સમ્માના છે. હું દેશવાસીઓને વિશ્વાસા આપુ છુ કે અમે ગુનેગારોને છોડીશું નહીં. કાયદો તેના તમામ બળ અને કઠોરતા સાથે એક પછી એક પગલું ભરશે. મણિપુરની આ દીકરીઓ સાથે જે થયું છે તેને ક્યારેય માફ કરવામાં આવશે નહીં.

Edited BY- Monica Sahu 
 
મણિપુર હિંસા વચ્ચે PM મોદીનું નિવેદન 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ ઇસ્કોન અકસ્માતમાં 9ને કચડી નાંખનાર નબીરો તથ્ય પટેલ, પિતાનો પણ ગુનાઇત ઇતિહાસ